મણીપુરમાં બે વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની અસર આસામ સહિત અનેક પૂવોર્ત્તર રાજ્યોમાં થઈ છે. ભૂકંપના કારણે અનેક લોકો ઘરનો બહાર દોડી આવ્યા છે. આજે સવારે ૫.૬ની તીવ્રતાનો આંચકો આવ્યા બાદ બપોરે ૧૨.૨૦ કલાકે ૪.૧ની તીવ્રતાનો ફરી ભૂકંપ આવ્યો છે. ભૂકંપના આંચકા પૂવોર્ત્તરના અનેક રાજ્યોમાં અનુભવાયા છે. યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલૉજિકલ સર્વેનેએ કહ્યું કે, ભૂકંપનું કેન્દ્ર બિંદુ મણિપુરનું ઈમ્ફાલ છે, જ્યાં ૧૦ કિલોમીટર ઊંડાણમાં તીવ્રતા નોંધાઈ છે.
આ મામલે અધિકારીઓએ કહ્યું હતું કે, મણિપુર, આસામ સહિત પડોશી દેશ મ્યાંમારમાં પણ ભૂકંપ અનુભવાયો છે. ભૂકંપમાં કોઈ જાનહાનીને નુકસાન થયું હોવાની હાલ કોઈ માહિતી સામે આવી નથી. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયોસાયન્સીસે કહ્યું કે, મ્યાંમાર-ભારતની સરહદ પાસે આજે (૫ માર્ચ) ૫.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.