National

આ વર્ષે અમરનાથ યાત્રા ત્રીજી જુલાઈ ૨૦૨૫થી શરૂ થશે અને ૯ ઓગસ્ટ સુધી ચાલશે

ભગવાન શંકરના ભક્તો જે લોકો તારીખની આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા તેનો અંત આવ્યો

અમરનાથ શ્રાઈન બોડર્ના અધ્યક્ષ મનોજ સિન્હા અને જમ્મુ-કાશ્મીરના ઉપ રાજ્યપાલની અધ્યક્ષતામાં યોજાયેલી એક મહત્વની બેઠકમાં અમરનાથ યાત્રા ૨૦૨૫ની તારીખો જાહેર કરવામાં આવી છે. ર્નિણય મુજબ અમરનાથ યાત્રા ત્રીજી જુલાઈ ૨૦૨૫થી શરૂ થશે અને ૩૯ દિવસ સુધી ચાલશે, એટલે કે ૯ ઓગસ્ટના રોજ સંપન્ન થશે.

દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ પવિત્ર અમરનાથ ગુફામાં બાબા બર્ફાનીના દર્શન માટે આ પડકારજનક યાત્રા કરતા હોય છે. બોર્ડની જાહેરાત મુજબ યાત્રા માટેનું રજિસ્ટ્રેશન ટૂંક સમયમાં શરૂ થશે. આ યાત્રામાં જતા પહેલા શ્રદ્ધાળુઓએ અગાઉથી નોંધણી કરાવવી જરૂરી છે.

અમરનાથ ગુફા કાશ્મીર હિમાલયમાં દરિયાઈ સપાટીથી ૩૮૮૮ મીટરની ઉંચાઈ પર આવેલી છે. ભક્તો પરંપરાગત દક્ષિણ કાશ્મીર પહેલગામ માર્ગ અથવા ઉત્તર કાશ્મીર બાલટાલ માર્ગ દ્વારા ગુફા મંદિર સુધી પહોંચતા હોય છે. જાે પરંપરાગત પહેલગામનો રૂટ લેવામાં આવે તો ૪૮ કિલોમીટર જેટલું અંતર કાપવાનું રહે છે.

જેથી ગુફા મંદિર સુધી પહોંચવામાં ચારથી પાંચ દિવસ લાગે છે. જયારે બાલટાલ રૂટ દ્વારા મુસાફરી કરવામાં આવે તો ૧૪ કિલોમીટર જેટલું અંતર કાપવાનું રહે છે. બાલટાલ માગર્નાે ઉપયોગ કરનારાઓ ગુફા મંદિરના દર્શન કર્યા પછી તે જ દિવસે બેઝ કેમ્પમાં પાછા ફરી શકે છે.