એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજના પાછલા શાસનકાળમાં દિલ્હીના આરોગ્ય પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રીય રાજધાનીમાં હોસ્પિટલોના નિર્માણમાં થયેલી કથિત ગેરરીતિઓના સંદર્ભમાં તેમના નિવાસસ્થાન અને રાષ્ટ્રીય રાજધાનીમાં અનેક અન્ય સ્થળોએ દરોડા પાડ્યા હતા.
આ મામલાના સંદર્ભમાં કેન્દ્રીય એજન્સી દિલ્હીમાં ૧૨ સ્થળોએ દરોડા પાડી રહી હોવાના અહેવાલ છે.
હોસ્પિટલ બાંધકામ કૌભાંડ શું છે?
૨૦૧૮-૧૯માં, દિલ્હી સરકારે ૨૪ હોસ્પિટલોના નિર્માણ માટે ૫,૫૯૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સને મંજૂરી આપી હતી. ૈંઝ્રેં સહિતની આ હોસ્પિટલો છ મહિનામાં પૂર્ણ થવાની હતી, પરંતુ ત્રણ વર્ષ પછી પણ કામ અધૂરું રહ્યું છે. ગંભીર ગેરરીતિઓ માટે ઘણા પ્રોજેક્ટ્સ હવે તપાસ હેઠળ છે, જેમ કે:
આ પ્રોજેક્ટ્સ છ મહિનામાં પૂર્ણ થવાના હતા, પરંતુ મોટાભાગના ત્રણ વર્ષ પછી પણ અધૂરા રહ્યા છે.
૮૦૦ કરોડ રૂપિયા ખર્ચવા છતાં, માત્ર ૫૦ ટકા કામ પૂર્ણ થયું છે.
LNJP હોસ્પિટલનો ખર્ચ કોઈ નોંધપાત્ર પ્રગતિ વિના રૂ. ૪૮૮ કરોડથી વધીને રૂ. ૧,૧૩૫ કરોડ થયો.
ઘણી જગ્યાએ, યોગ્ય મંજૂરીઓ વિના બાંધકામ શરૂ થયું, અને કોન્ટ્રાક્ટરોની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે.
૨૦૧૬ થી પેન્ડિંગ હોસ્પિટલ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ પર ઇરાદાપૂર્વક વિલંબ થયો હોવાનો આરોપ છે.
ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાનો સૌરભ ભારદ્વાજ અને સત્યેન્દ્ર જૈન આ કેસના સંદર્ભમાં તપાસ હેઠળ છે. ઈડ્ઢ એ આ બાબત અંગે તેનો ECIR (એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફોર્મેશન રિપોર્ટ) નોંધ્યો છે.
કેજરીવાલે એજન્સીઓના દુરુપયોગનો દાવો કર્યો
આ ઘટના પર પ્રતિક્રિયા આપતા, ED વડા અરવિંદ કેજરીવાલે કહ્યું કે દરોડા મોદી સરકાર “એજન્સીઓનો દુરુપયોગ” કરે છે તેનું ઉદાહરણ છે.
“સૌરભ ભારદ્વાજના ઘરે ઈડ્ઢનો દરોડો મોદી સરકાર દ્વારા એજન્સીઓનો દુરુપયોગ કરવાનો બીજાે એક કિસ્સો છે. મોદી સરકાર આમ આદમી પાર્ટીનો પીછો કરી રહી છે. જે રીતે “AAP” ને નિશાન બનાવવામાં આવી રહી છે તે ઇતિહાસમાં ક્યારેય કોઈ પાર્ટી સાથે થયું નથી,” તેમણે ઠ પર એક પોસ્ટમાં કહ્યું,
તેમણે દાવો કર્યો કે AAP ને નિશાન બનાવવામાં આવી રહી છે કારણ કે તે મોદી સરકારની ખોટી નીતિઓ અને ભ્રષ્ટ કાર્યો સામે સૌથી વધુ અવાજ ઉઠાવનાર છે.
“મોદી સરકાર આપણો અવાજ દબાવવા માંગે છે. આવું ક્યારેય નહીં થાય,” તેમણે ઉમેર્યું.