છત્તીસગઢના રાયપુરમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ વિરુદ્ધ ‘વાંધાજનક‘ ટિપ્પણી કરવા બદલ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે, એમ પોલીસે રવિવારે જણાવ્યું હતું.
છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ સહિત અનેક ભાજપ નેતાઓએ મોઇત્રાની ટિપ્પણીની ટીકા કરી હતી અને ટીએમસી નેતા સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
મહુઆ મોઇત્રાએ ભારતમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી રોકવામાં નિષ્ફળ રહેવા બદલ અમિત શાહનું “માથું કાપી નાખવું જાેઈએ” એવું કથિત રીતે કહ્યું હતું.