ભારત એશિયા-પેસિફિક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં અગ્રણી તરીકે ઉભરી આવ્યું છે. ફોર્બ્સ એશિયાની 2025 માટેની ‘100 સ્ટાર્ટઅપ્સ ટુ વોચ’ યાદીમાં 16 દેશોના 100 આશાસ્પદ સ્ટાર્ટઅપ્સનો સમાવેશ થાય છે.
ભારત 18 સ્ટાર્ટઅપ્સ સાથે યાદીમાં આગળ છે, જેમાં ₹8,779 કરોડ સુધીના મૂલ્યની કંપનીઓનો સમાવેશ થાય છે. આ યાદી પ્રાદેશિક નવીનતાનું ચિત્ર રજૂ કરે છે, જેમાં AI, ડીપટેક અને સસ્ટેનેબલ સોલ્યુસન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.
ફોર્બ્સના અહેવાલમાં જણાવાયું છે કે ભારતનું પ્રદર્શન તેના યુવા ઇકોસિસ્ટમની મજબૂતાઈ દર્શાવે છે. વિશ્વભરના અન્ય દેશોની તુલનામાં, ભારત માત્ર બે દાયકામાં અમેરિકા અને ચીન સાથે સ્પર્ધાત્મક સ્થિતિમાં પહોંચી ગયું છે.
ભારતીય સ્ટાર્ટઅપ્સે સ્થાનિક પડકારોનો સામનો કરતી વખતે વૈશ્વિક સ્તરે સ્કેલેબલ મોડેલ્સ વિકસાવ્યા છે, જેનો અર્થ એ થાય કે તેઓ ખર્ચ કે સંસાધનોમાં વધારો કર્યા વિના વધતી માગ સાથે સરળતાથી વિસ્તરણ કરી શકે છે.

