કેન્દ્રીય નાણાં પ્રધાન ર્નિમલા સીતારમણ આજે સંસદમાં સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું પૂર્ણ બજેટ રજૂ કર્યું હતું, તેમના દ્વારા સતત ૮ મી વખત બજેટ રજુ કર્યું.
તેમણે ડોક્ટર બનવાનું સ્વપ્ન જાેતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આપતાં MBBS બેઠકો વધારવાનો ર્નિણય કર્યો છે. આ બેઠકો વધારાની સાથે વધુ વિદ્યાર્થીઓને ડોક્ટર બનવાની તક મળશે, જે આરોગ્ય ક્ષેત્ર માટે મોટા પગલાંનો ભાગ સાબિત થશે. હાલમાં, દેશની મેડિકલ કોલેજાેમાં કુલ ૧,૧૨,૧૧૨ સ્મ્મ્જી બેઠકો ઉપલબ્ધ છે, જેના માટે દર વર્ષે પ્રવેશ માટે સ્પર્ધા થાય છે. આ બેઠકો પર પ્રવેશ દ્ગઈઈ્ પરીક્ષા દ્વારા આપવામાં આવે છે. વર્ષ ૨૦૧૪ સુધીમાં, દેશમાં સ્મ્મ્જી ની કુલ બેઠકો ૫૧,૩૪૮ હતી જ્યારે તે સમયે દેશમાં માત્ર ૩૮૭ મેડિકલ કોલેજાે હતી. જુલાઈ ૨૦૨૪ સુધીના ડેટા અનુસાર, હવે દેશમાં મેડિકલ કોલેજાેની સંખ્યા વધીને ૭૩૧ થઈ ગઈ છે.
આ વર્ષેના બજેટમાં નાણામંત્રી ર્નિમલા સીતારમણે તબીબી શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે, જેમાં દેશમાં સ્મ્મ્જી બેઠકોની સંખ્યા વધારવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર, આગામી ૫ વર્ષમાં મેડિકલ કોલેજાેમાં ૧૦,૦૦૦ નવી સ્મ્મ્જી બેઠકો ઉમેરવામાં આવશે, જેના પરિણામે ડોક્ટર બનવાનું સ્વપ્ન જાેતાં યુવાનોને વધુ તકો મળશે. આ સુધારો સ્મ્મ્જીમાં પ્રવેશ મેળવવાના માર્ગને સરળ બનાવશે અને આરોગ્ય ક્ષેત્ર માટે શ્રેષ્ઠ પેઢી તૈયાર કરવાની દિશાનો માર્ગ મોકળો કરશે.