National

ચાલુ પ્રેસ વાર્તામાં સપાના સાંસદ અવધેશ પ્રસાદ રડી પડ્યા કહ્યું જાે પીડિતાને ન્યાય નહીં મળે તો તે રાજીનામું આપી દઈશ

અવધેશ પ્રસાદે અયોધ્યામાં દલિત યુવતીની ઘાતકી હત્યા અંગે પીડિત બાળકીના પરિવારને મળ્યા હતા અને તેમને ન્યાય અપાવવાનું આશ્વાસન આપ્યું હતું

ઉત્તર પ્રદેશના ફૈઝાબાદથી સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદ એક પ્રેસ વાર્તામાં જ તેઓ રડવા લાગ્યા હતા. શનિવારે અવધેશ પ્રસાદે અયોધ્યામાં દલિત યુવતીની ઘાતકી હત્યા અંગે પીડિત બાળકીના પરિવારને મળ્યા હતા અને તેમને ન્યાય અપાવવાનું આશ્વાસન આપ્યું હતું. આપને જણાવી દઈએ કે અયોધ્યામાં શુક્રવાર સાંજથી ગુમ થયેલી એક યુવતીનો નગ્ન મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ પાસે યુવતીના લોહીથી લથપથ કપડાં પણ મળી આવ્યા હતા. બળાત્કાર બાદ હત્યાની આશંકા છે. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજાે મેળવી તપાસ શરૂ કરી હતી. તેમજ આ મામલે પોલીસ દ્વારા એક યુવકની અટકાયત કરી તેની પૂછપરછ હાથ ધરી છે.

આ સમગ્ર બાબતે પર સપાના સાંસદ અવધેશ પ્રસાદે પ્રેસ વર્તનું આયોજન કર્યું હતું અને દલિત યુવતીની હત્યા પર બોલતી વખતે વખતે તેઓ આચનકજ રડી પડ્યા હતા. અવધેશ પ્રસાદે કહ્યું, જાે પીડિતાને ન્યાય નહીં મળે તો હું લોકસભામાંથી રાજીનામું આપી દઈશ. પ્રેસ કોન્ફરન્સમાં સાંસદને અચાનક આ રીતે રડતા જાેઈને લોકો દંગ રહી ગયા હતા. પ્રેસમાં બેઠેલા પૂર્વ મંત્રી તેજ નારાયણ પાંડે પવન, સપા જિલ્લા અધ્યક્ષ પારસનાથ યાદવે તેમને સાંત્વના આપી અને વારંવાર તેમને શાંત કરવાનો પ્રયાસ કરતા રહ્યા.

શંકાસ્પદ સંજાેગોમાં ગુમ થયેલી એક યુવતીનો મૃતદેહ શનિવારે અયોધ્યામાં સુકા નાળામાંથી નગ્ન અવસ્થામાં મળી આવ્યો હતો. તેના હાથ બાંધેલા હતા. તેના કપડા પર લોહીના ડાઘ અને ચહેરા પર ગંભીર ઈજાના નિશાન હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, મૃતદેહ એટલો બદસૂરત બની ગયો હતો કે તે જાેઈ શકાતો ન હતો. મૃતદેહને જાેતા એવું લાગી રહ્યું હતું કે, તેની પર બળાત્કાર કર્યા બાદ તેની ઘાતકી હત્યા કરી લાશને ગટરમાં ફેંકી દેવામાં આવી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.