Gujarat National

મહાકુંભમાં રવિવાર ૨ ફેબ્રુઆરીના રોજ સવારે ૮ વાગ્યા સુધી ૪૧.૯૦ લાખથી વધુ ભક્તોએ પવિત્ર ડૂબકી લગાવી.

૧ ફેબ્રુઆરી સુધીમાં ૩૩.૬૧ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ડૂબકી લગાવી છે

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં રવિવાર ૨ ફેબ્રુઆરીના રોજ સવારે ૮ વાગ્યા સુધી ૪૧.૯૦ લાખથી વધુ ભક્તોએ પવિત્ર ડૂબકી લગાવી. જ્યારે, ૧ ફેબ્રુઆરી સુધીમાં ૩૩.૬૧ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ડૂબકી લગાવી છે. આ માહિતી ઉત્તર પ્રદેશ માહિતી વિભાગ દ્વારા આપવામાં આવી છે.

મૌની અમાવાસ્યાની જેમ, વસંત પંચમી પર અમૃત સ્નાન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહીવટીતંત્ર સક્રિય બની ગયું છે. વસંત પંચમી પર અમૃત સ્નાન કરવા માટે સંગમ પહોંચેલા અને ઘાટ પાસે રોકાઈ રહેલા શ્રદ્ધાળુઓને વહીવટીતંત્ર દ્વારા હટાવવામાં આવી રહ્યા છે. પોલીસ સતત સાયરન વગાડીને લોકોને દૂર હટાવવાનું કામ કરી રહી છે.