National

કેન્દ્રીય બજેટમાં નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે કાપડ મંત્રાલય માટે ૫૨૭૨ કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે

બજેટમાં નીટવેર પરની બેઝિક કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે

કેન્દ્રીય નાણાં મંત્રી દ્વારા ૧ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ કેન્દ્રીય બજેટ ૨૦૨૫-૨૬ રજૂ કરવામાં આવ્યું હતું. અંદાજપત્રમાં વર્ષ ૨૦૨૫-૨૬ માટે કાપડ મંત્રાલય માટે રૂ. ૫૨૭૨ કરોડ (અંદાજપત્રીય અંદાજ)ના ખર્ચની જાહેરાત કરવામાં આવી હતી. જે ૨૦૨૪-૨૫ (૪૪૧૭.૦૩ કરોડ રૂપિયા)ના બજેટ અંદાજ કરતા ૧૯ ટકાનો વધારો છે.

સ્થિર કપાસની ઉત્પાદકતાના પડકારોને પહોંચી વળવા માટે કેન્દ્રીય બજેટ ૨૦૨૫-૨૬માં કપાસની ઉત્પાદકતા વધારવા માટે ખાસ કરીને એક્સ્ટ્રા-લોંગ સ્ટેપલ જાતો, પાંચ વર્ષના કોટન મિશનની જાહેરાત કરવામાં આવી છે. આ મિશન હેઠળ ખેડૂતોને વિજ્ઞાન અને ટેકનોલોજીની સહાયતા પ્રદાન કરવામાં આવશે. આ મિશન ૫ એફના સિદ્ધાંતને અનુરૂપ છે અને તેનાથી ખેડૂતોની આવકમાં વધારો થશે અને ગુણવત્તાયુક્ત કપાસનો સતત પુરવઠો વધશે. સ્થાનિક ઉત્પાદકતામાં વધારો કરીને આ પહેલ કાચા માલની ઉપલબ્ધતાને સ્થિર કરશે, આયાત પરની ર્નિભરતામાં ઘટાડો કરશે અને ભારતના ટેક્સટાઇલ ક્ષેત્રની વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં વધારો કરશે, જ્યાં ૮૦ ટકા ક્ષમતા એમએસએમઇ દ્વારા સંચાલિત છે.

એગ્રો-ટેક્સટાઇલ્સ, મેડિકલ ટેક્સટાઇલ્સ અને જીઓ ટેક્સટાઇલ્સ જેવી ટેકનિકલ ટેક્સટાઇલ પ્રોડક્ટ્‌સના સ્પર્ધાત્મક ભાવે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે વધુ બે પ્રકારના શટલ-લેસ લૂમ્સ સંપૂર્ણપણે છૂટ મેળવેલા ટેક્સટાઇલ મશીનરીની યાદીમાં ઉમેરવામાં આવ્યા છે. ટેક્સટાઇલ ઉદ્યોગમાં ઉપયોગ માટે શટલ લેસ લૂમ રેપિયર લૂમ્સ (૬૫૦ મીટર પ્રતિ મિનિટથી નીચે) અને શટલ લેસ લૂમ એર જેટ લૂમ્સ (પ્રતિ મિનિટ ૧૦૦૦ મીટરથી નીચે) પરની ડ્યૂટી હાલના ૭.૫ ટકાથી શૂન્ય કરવામાં આવી છે. આ જાેગવાઈથી ઉચ્ચ ગુણવત્તાવાળા આયાતી લૂમ્સની કિંમતમાં ઘટાડો થશે, જેથી વણાટ ક્ષેત્રમાં આધુનિકીકરણ અને ક્ષમતા વધારવાની પહેલની સુવિધા મળશે. તેનાથી એગ્રો ટેક્સટાઇલ્સ, મેડિકલ ટેક્સટાઇલ્સ અને જીઓ-ટેક્સટાઇલ્સ જેવા ટેકનિકલ ટેક્સટાઇલ સેક્ટરમાં પણ મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન મળશે.

નવ ટેરિફ લાઇન દ્વારા આવરી લેવામાં આવેલા ગૂંથેલા કાપડ પરનો બેઝિક કસ્ટમ ડ્યૂટી દર “૧૦ ટકા અથવા ૨૦ ટકા”થી વધીને “૨૦ ટકા અથવા રૂ. ૧૧૫ પ્રતિ કિલો, બેમાંથી જે વધારે હોય તે” થશે, તેનાથી ભારતીય ગૂંથાયેલા કાપડ ઉત્પાદકોની સ્પર્ધાત્મકતામાં સુધારો થશે અને સસ્તી આયાત પર અંકુશ આવશે.

હસ્તકળાની નિકાસને સરળ બનાવવા માટે નિકાસ માટેનો સમયગાળો છ મહિનાથી વધારીને એક વર્ષ કરવામાં આવ્યો છે. જાે જરૂર પડે તો વધુ ત્રણ મહિના સુધી લંબાવી શકાશે. જાે જરૂર પડશે તો હસ્તકળાની નિકાસને આ જાેગવાઈનો લાભ મળશે, જેમાં ચીજવસ્તુઓની યાદી વધારવામાં આવશે અને નિકાસ ઉત્પાદન માટે ડ્યૂટી-ફ્રી કાચા માલની આયાત માટેનાં સમયગાળાને વધારવામાં આવશે. ઊનપોલિશ મટિરિયલ્સ, સી શેલ, મધર ઓફ પર્લ (એમઓપી), કેટલ હોર્ન વગેરે સહિત નવ ચીજવસ્તુઓને ડ્યૂટી-ફ્રી ઇનપુટ્‌સની યાદીમાં ઉમેરવામાં આવી છે.

ભારતના ૮૦ ટકા ટેક્સટાઇલ સેક્ટર એમએસએમઇમાં છે. બજેટમાં નિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે, ધિરાણમાં વધારો થશે અને તેને આવરી લેવામાં આવશે, જે ટેક્સટાઇલ એમએસએમઇને પ્રોત્સાહન આપશે. રાષ્ટ્રીય ઉત્પાદન અભિયાનની રચના, નિકાસ પ્રમોશન મિશન, ભારત ટ્રેડ નેટ બનાવવું, ભંડોળ પૂરું પાડવું, રોજગારી અને ઉદ્યોગસાહસિકતાની તકોને પ્રોત્સાહન આપવા શ્રમ-સઘન ક્ષેત્રો માટે પગલાં, એમએસએમઇ અને અન્ય માટે વર્ગીકરણનાં માપદંડોમાં સુધારો કરવો જેવી અન્ય જાહેરાતો ટેક્સટાઇલ ક્ષેત્ર માટે સાનુકૂળ વાતાવરણ ઊભું કરશે.