National

ભારતીય નૌકાદળ બેન્ડ કોન્સર્ટ – “ઓપરેશન સિંદૂર ૨૫”

દેશભક્તિના નામે દમણની સાંજ, ૨૦૦૦થી વધુ લોકોએ કાર્યક્રમ માણ્યો

૧૨ ઓગસ્ટની સાંજે દમણનું ઐતિહાસિક લાઇટહાઉસ એમ્ફીથિયેટર દેશભક્તિના સૂરોથી ગુંજી ઉઠ્યું હતું, જ્યારે ભારતીય નૌકાદળના બેન્ડ કોન્સર્ટ ‘ઓપરેશન સિંદૂર ૨૫‘નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૨૦૦૦થી વધુ નાગરિકોએ ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો, જેમાં નૌકાદળના INS કુંજલી બેન્ડે તેના અદ્ભુત પ્રદર્શનથી બધાનું દિલ જીતી લીધું હતું.

બેન્ડે “જય ભારતી” અને “સારે જહાં સે અચ્છા” જેવા ઉત્સાહી અને પ્રેરણાદાયક દેશભક્તિ ગીતો સાથે શ્રોતાઓમાં ગર્વ અને ઉજવણીનું વાતાવરણ તૈયાર કર્યું, જ્યારે લોકપ્રિય બોલિવૂડ ગીતો “તેરી મિટ્ટી” અને “લહેરા દો” એ શ્રોતાઓને તાળીઓના ગડગડાટ, હાથ હલાવવા, સામૂહિક ગાયન અને પગ થપથપાવવા, ગીતો પર ઝુમવા મજબૂર કર્યા અને સાથે જ દેશભક્તિનો અનુભવ કરાવ્યો હતો.

કાર્યક્રમનું સૌથી યાદગાર પાસું એ હતું જ્યારે સમારોહના માસ્ટરે શ્રોતાઓને તેમના મોબાઇલ ફોનની ફ્લેશ લાઇટ ચાલુ કરવાનું કહીને એક અદભુત ‘ફાયરફ્લાય શો‘ રજૂ કર્યો હતો. આખું એમ્ફીથિયેટર એવી રીતે ઝળહળી ઉઠ્યું જાણે હજારો ફાયરફ્લાય સ્વતંત્રતાની ઉજવણીમાં જાેડાયા હોય.