National

ભાજપની સરકાર બનવા દો, ટીએમસી મુસ્લિમ ધારાસભ્યોને બહાર ફેંકી દેઈશું: સુવેન્દુ અધિકારી

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા, ભાજપ ના સુવેન્દુ અધિકારીની વિવાદાસ્પદ નિવેદન

બંગાળમાં ભાજપ નેતા, પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સુવેન્દુ અધિકારીએ કહ્યું કે, ‘ભાજપની સરકાર બનતાં તમામ મુસ્લિમ ધારાસભ્યોને ઉપાડીને ગૃહમાંથી બહાર ફેંકી દઈશું.‘ સુવેન્દુના આ નિવેદન બાદ ટીએમસીએ તેની આકરી ટીકા કરી છે. આ સિવાય ટીએમસીએ સુવેન્દુ અધિકારીની માનસિક સ્થિતિ પર પણ પ્રશ્ન ઊભા કર્યા હતાં.

વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ વિધાનસભા અધ્યક્ષ પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે. સુવેન્દુ અધિકારીને ૧૭ ફેબ્રુઆરીએ વિધાનસભામાંથી નિષ્કાષિત કરી દેવામાં આવ્યા હતા. બાદમાં તેમને સંપૂર્ણ બજેટ સત્રમાંથી જ નિષ્કાષિત કરી દેવાયા હતા. વિધાનસભાની આ કાર્યવાહી પર નારાજગી વ્યક્ત કરતાં સુવેન્દુ અધિકારીએ કહ્યું કે, ગૃહમાં વારંવાર ભાજપના ધારાસભ્યોના માઇક બંધ કરી દેવામાં આવે છે.

એકવાર રાજ્યમાં ભાજપની સરકાર આવી જવા દો અમે ટીએમસીના બધા મુસ્લિમ ધારાસભ્યોને ઉપાડીને ગૃહની બહાર રસ્તા પર ફેંકી દઈશું. આ સિવાય તેમણે મમતા બેનર્જીની સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, સરકાર કોમી રાજનીતિ કરે છે અને તે મુસ્લિમ લીગનું જ બીજું રૂપ છે.