National

હરિયાણાની કુલ ૧૦ નગર પાલિકામાંથી ૯ પર ભાજપે જીત હાંસલ કરી

હરિયાણાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે શાનદાર જીત હાંસલ કરી

હરિયાણામાં વિધાનસભા ચૂંટણી બાદ આ ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ બંને માટે એક પરીક્ષા જેવું હતું, જેમાં કોંગ્રેસ ફરી નિષ્ફળ થઈ છે. હરિયાણાની કુલ ૧૦ નગર પાલિકામાંથી ૯ પર ભાજપે જીત હાંસલ કરી છે. વળી, માનેસર નગર પાલિકામાં બિનહરીફ ઉમેદવાર ડૉ. ઈન્દ્રજીત વિજેતા થયા છે. કોંગ્રેસનું ૧૦ માંથી એકપણ બેઠક પર ખાતું નથી ખૂલ્યું. આ સિવાય ૨૧ નગર પરિષદની ચૂંટણીમાં પણ કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. સોનીપત, પાનીપત, ગુરૂગ્રામથી લઈને ફરીદાબાદ સુધી ભાજપે જાેરદાર જીત હાંસલ કરી છે. ત્યાં સુધી કે, જુલાના નગર પાલિકાના ચેરમેનનું પદ પણ ભાજપે જીત્યું છે. વિધાનસભામાં જુલાના બેઠક પરથી વિનેશ ફોગાટે જીત હાંસલ કરી હતી.

પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના હોમ ટાઉન કરનાલ નગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના મનોજ વધવા ૫૮,૨૭૧ મતથી બીજા નંબરે રહ્યા હતાં. અહીં ૮૩,૬૩૦ મત સાખે ભાજપની રેનૂ બાલા ગુપ્તાએ જીત હાંસલ કરી છે. આ બેઠક પંજાબી પ્રભુત્વ ધરાવે છે, અહીં પરંપરાગત રૂપે ભાજપને મજબૂત માનવામાં આવે છે.

હિસાર નગર પાલિકાથી ભાજપના પ્રવીણ પોપલીએ ૬૬,૪૫૬ મત સાથે જીત હાંસલ કરી છે. તેમણે કોંગ્રેસના કૃષ્ણ ટિટૂ સિંગલાને માત આપી છે. એકબાજુ જ્યાં પોપલીના ખાતામાં ૯૬,૩૨૯ મત મળ્યાં, ત્યાં સિંગલાને ફક્ત ૩૧,૮૭૨ મત જ મળ્યા હતાં.

પાનીપત માં ભાજપના ઉમેદવાર કોમલ સૈનીએ જીત હાંસલ કરી છે. ભાજપ માટે આ સૌથી મોટી જીત છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપે હરિયાણામાં પોતાના દમ પર મોટી જીત હાંસલ કરીને બધાને ચોંકાવી દીધા છે. હાલ, ભાજપ રાજ્યમાં ત્રીજીવાર સત્તા સંભાળી રહ્યું છે.

ફરીદાબાદ નગર પાલિકા પર ભાજપ ઉમેદવાર પ્રવીણ જાેશીને ૪,૧૬,૯૨૭ મત મળ્યા હતાં. જાેકે, કોંગ્રેસની લત્તા રાનીને ૧,૦૦,૦૭૫ મત મળ્યા હતાં.

ગુરૂગ્રામ નગર પાલિકાની ચૂંટણીમાં પણ ભાજપે શાનદાર જીત હાંસલ કરી છે. પાર્ટીના ઉમેદવાર રાજ રાનીએ ૧,૭૯,૪૮૫ મતના અંતરથી કોંગ્રેસના ઉમેદવાર સીમા પાહુજાને હરાવ્યા છે. કોંગ્રેસ ઉમેદવારના ખાતામાં ૯૧,૨૯૬ મત આવ્યા હતાં. રાજ રાની મલ્હોત્રાને કુલ ૨,૧૫,૭૫૪ મત મળ્યા હતાં.

સૌથી વધારે ચર્ચા રોહતકની પેટા ચૂંટણીના પરિણામની છે. આ જિલ્લો ભૂપિન્દર હુડ્ડાનો ગઢ માનવામાં આવે છે પરંતુ, અહીં પણ કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. અહીંના ભાજપ ઉમેદવાર રામ અવતારે ૪૫,૧૯૮ મતથી કોંગ્રેસના સૂરજમલ કિલોઈને હરાવ્યા હતાં. ભાજપને ૧,૦૨,૨૬૯ અને કોંગ્રેસને ૫૭,૦૭૧ મત મળ્યા હતા.

સોનીપત નગર નિગમમાં મેયર પદ માટે થયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. અહીં ભાજપના રાજીવ જૈને ૩૪,૭૪૯ મતોના અંતરથી જીત હાંસલ કરી છે. વળી, કોંગ્રેસના કમલ દીવાન ૨૩,૧૦૯ મત સાથે બીજા નંબરે છે. જાટ પ્રભુત્વ ધરાવતા સોનીપતના શહેરી વિસ્તારોમાં ભાજપ પહેલાંથી જ મજબૂત રહી છે. અત્યારે એકવાર ફરી તેણે જીત હાંસલ કરી બતાવી દીધું છે કે, લોકો હજુ પણ તેમના ઉપર વિશ્વાસ કરે છે.

યમુનાનગર શહેરમાં પણ જનતાએ ભાજપના મેયર પસંદ કર્યાં છે. અહીંથી ભાજપના ઉમેદવારે ૫૦ હજારથી વધુ મતના અંતર સાથે જીત હાંસલ કરી છે.

જુલાણા નગરપાલિકામાં ભાજપના ડો.સંજય જાંગરા ૬૭૧ મતોથી જીત્યા. ડો.સંજય જાંગરાને ૩૭૭૧ મત મળ્યા હતા. અપક્ષ ઉમેદવાર ગલ્લુ લાથેરને ૩૧૦૦ મત મળ્યા હતા.