National

સંસદીય બાબતોના મંત્રી શ્રી કિરેન રિજિજુ YPO વૈશ્વિક પ્રતિનિધિમંડળને મળ્યા

કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી શ્રી કિરેન રિજિજુ ૨૮ જાન્યુઆરીના રોજ તેમના કાર્યાલયમાં YPO વૈશ્વિક પ્રતિનિધિમંડળને મળ્યા હતા. આ પ્રતિનિધિમંડળનું આયોજન હીરો મોટર્સ કંપની દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં ઇઝરાયલ, અમેરિકા, બ્રિટન, કોસ્ટા રિકા અને ભારતના સભ્યો હતા.

શ્રી રિજિજુએ કહ્યું કે ચર્ચાઓ રસપ્રદ હતી અને નવીનતા, સહયોગ અને પ્રગતિ માટે એક સહિયારા દ્રષ્ટિકોણ આસપાસની હતી.

‘x’ પરની એક પોસ્ટમાં કેન્દ્રીય મંત્રીએ રૂર્ઁં વૈશ્વિક પ્રતિનિધિમંડળને ભારતની ખરેખર હેતુપૂર્ણ અને યાદગાર મુલાકાતની શુભેચ્છા પાઠવી. તેમણે વધુમાં કહ્યું કે પ્રતિનિધિમંડળના સભ્યો ભારતના ભવ્ય નવા સંસદ ભવનથી ખૂબ પ્રભાવિત થયા હતા.