પ્રયાગરાજ મહાકુંભમાં વધુ એક અકસ્માત
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં વધુ એક દુર્ઘટના, સંગમ વિસ્તારની બહાર ફાફામઉ વિસ્તારમાં ગંગા નદી પર બનેલા પીપા પુલ તૂટી ગયો છે. ઘણા લોકો દટાઈ જવાનો ભય છે. હાલમાં ઘટનાસ્થળ પર પરિસ્થિતિ ગંભીર છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો બચાવ કામગીરીમાં રોકાયેલી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
શુક્રવારે બપોર ના સમયે સંગમ વિસ્તારની બહાર ફાફામઉ વિસ્તારમાં ગંગા નદી પર બનેલ પીપા પુલ અચાનક તૂટી પડ્યો. પુલ તૂટી પડવાથી ઘણા લોકો દટાયા હોવાની શક્યતા છે. હાલમાં ઘટનાસ્થળ પર પરિસ્થિતિ ગંભીર છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો બચાવ કામગીરીમાં રોકાયેલી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે ૨૯ જાન્યુઆરીએ મૌની અમાવસ્યા સ્નાનના દિવસે સંગમ વિસ્તારમાં ભાગદોડ થવાથી ૩૦ શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને ૬૦ લોકો ઘાયલ થયા હતા.
આ અકસ્માત જ્યાં થયો તે ફાફામઉ વિસ્તાર સંગમથી લગભગ ૧૦ કિલોમીટર દૂર છે. લખનૌ, રાયબરેલી, અયોધ્યા, અમેઠી, સુલતાનપુર અને પ્રતાપગઢથી શ્રદ્ધાળુઓ આ માર્ગે આવી અને જઈ રહ્યા છે. ફાફામઉ ખાતે ગંગા નદી પર બે લેનનો પુલ બનાવવામાં આવ્યો છે. મહાકુંભને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે બે-લેન પુલની બાજુમાં એક પીલા પુલ બનાવ્યો છે. આ ઉપરાંત એક સ્ટીલનો પુલ પણ બનાવવામાં આવ્યો છે, જેના દ્વારા ભક્તો આવતા-જતા રહે છે.

