મંદિર ઉદ્ઘાટન પ્રસંગે ૧૨ દિવસીય વિશિષ્ટ મહોત્સવ ‘ફેસ્ટિવલ ઓફ હોપ એન્ડ યુનિટી’ નું આયોજન
સાઉથ આફ્રિકાના જાેહાનિસબર્ગ ખાતે નોર્થરાઇડિંગમાં આવેલ BAPS શ્રી સ્વામિનારાયણ હિંદુ મંદિર અને સાંસ્કૃતિક સંકુલનો પૂજ્ય મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ અને લોકાર્પણ સમારોહ સંપન્ન થયો. દક્ષિણ ગોળાર્ધમાં આવેલ આ સૌથી મોટું હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક સંકુલ – એકતા, ભારતીય સાંસ્કૃતિક વારસાના સંવર્ધન અને આંતરધર્મીય સંવાદિતાનું આગવું પ્રતીક બની રહ્યું છે.
આ મંદિરના ઉદ્ઘાટન નિમિત્તે મ્છઁજી સંસ્થા દ્વારા ૧૨ દિવસીય વિશિષ્ટ ઉત્સવ – ‘ફેસ્ટિવલ ઓફ હોપ એન્ડ યુનિટી’નું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત અનેકવિધ આધ્યાત્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમોની શૃંખલા ભારત અને આફ્રિકન સંસ્કૃતિ-પરંપરાઓ વચ્ચેના સુદીર્ધ અને ગાઢ સંબધોને ઉજાગર કરશે. દક્ષિણ આફ્રિકના ઉપ-રાષ્ટ્રપ્રમુખ પોલ મશાટાઇલે ઉદ્ઘાટન પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી પૂજ્ય મહંત સ્વામી મહારાજ સાથે મુલાકાત કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને દક્ષિણ આફ્રિકામાં આંતરધર્મીય સંવાદિતા અને સાંસ્કૃતિક ઉત્થાન માટે મહત્વની ભૂમિકા ભજવી રહેલા આ મંદિરની પ્રશંસા કરી હતી.
છેલ્લા ઘણા વર્ષોથી દક્ષિણ આફ્રિકામાં મ્છઁજી સંસ્થાના આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સામાજિક સેવાકાર્યોમાં આ મંદિર એક સીમાચિન્હરૂપ બની રહેશે, જે વર્તમાન અને આવનારી અનેક પેઢીઓમાં ભારતની સાંસ્કૃતિક વિરાસત અને આધ્યાત્મિકતાને જીવંત રાખશે.