પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રિયો ડી જાનેરોમાં ઉષ્માભર્યા સ્વાગત બદલ બ્રાઝિલમાં ભારતીય સમુદાયની પ્રશંસા કરી હતી. શ્રી મોદીએ કહ્યું કે તે અદ્ભુત છે કે તેઓ ભારતીય સંસ્કૃતિ સાથે કેવી રીતે જાેડાયેલા અને ભારતના વિકાસ પ્રત્યે ખૂબ જ ઉત્સાહી પણ છે. શ્રી મોદીએ સ્વાગતની કેટલીક ઝલક પણ શેર કરી.
એક પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
“બ્રાઝિલમાં ભારતીય સમુદાયના સભ્યોએ રિયો ડી જાનેરોમાં ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું. તે અદ્ભુત છે કે તેઓ ભારતીય સંસ્કૃતિ સાથે કેવી રીતે જાેડાયેલા છે અને ભારતના વિકાસ પ્રત્યે ખૂબ જ ઉત્સાહી પણ છે! સ્વાગતની કેટલીક ઝલક અહીં છે…”