National

IIT બાબા પાસેથી ગાંજાે મળી આવતા રાજસ્થાન પોલીસે ફરિયાદ નોંધી અટકાયત કરી

મહાકુંભમાં વાયરલ થયેલા અભય સિંહ, જેને લોકો IIT બાબાની તકલીફોમ વધારો

મહાકુંભમાં સોશિયલ મીડિયા પર IIT બાબાના નામે પ્રખ્યાત અભય સિંહની રાજસ્થાનમાં જયપુર પોલીસ અટકાયત કરી છે. અભય સિંહે સોશિયલ મીડિયા પર આપઘાત કરવાની ધમકી આપી હતી, ત્યારબાદ શિપ્રા પથ પોલીસે રિદ્ધિ સિદ્ધિ પાર્ક ક્લાસિક હોટેલ પહોંચી IITબાબાની અટકાયત કરી લીધી હતી.

આ બાબતે મળતી માહિતી મુજબ, અભય સિંહ પાસેથી ગાંજાે મળી આવ્યો હતો. જેથી તેના પર NDPS એક્ટ (NarcOic Drugs and PsychOropic Substances Act) હેઠળ કાર્યવાહી થઈ શકે છે. હાલ, પોલીસે સમગ્ર મામલે IIT બાબાની પૂછપરછ શરૂ કરી છે. તેમજ આ મામલે IITબાબાએ આપઘાતવાળી વાતને ફેક ન્યૂઝ જણાવી છે.

તેમણે કહ્યું કે, ગાંજાને લઈને ફરિયાદ નોંધવામાં આવી હતી અને જામીન પર છોડી દેવામાં આવ્યો છે. મને તુરંત જામીન મળી ગઈ છે અને આપઘાત મામલે મેં ફક્ત એટલું લખ્યું હતું કે, હું સંસારમાં ફક્ત મહાદેવને પ્રેમ કરૂ છું, બીજું કોઈ નથી મારા જીવનમાં.’