મહારાષ્ટ્ર પોલીસ પુણેમાં ચંદનના લાકડાની મોટા પ્રમાણમાં દાણચોરીના રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે, જેમાં પોલીસ વિભાગ દ્વારા આશરે ૨૫ કરોડ રૂપિયાના ચંદનનું લાકડું પણ જપ્ત કરવામાં આવ્યું છે. આ કાર્યવાહી રવિવારે બપોરે કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે અર્પિત સિંહ નામના વ્યક્તિ અને કન્ટેનર ડ્રાઈવરની અટકાયત કરી છે. હાલમાં પોલીસ બંનેની પૂછપરછ કરી રહી છે.
આ મામલે સૂત્રો તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવારે બપોરે પુણે-મુંબઈ એક્સપ્રેસ વે પર ઉર્સે ટોલ નાકા પર ખંડણી વિરોધી ટુકડીએ મુંબઈ તરફ જઈ રહેલા એક કન્ટેનરને પકડ્યું. પોલીસને બાતમી મળી હતી કે કન્ટેનરમાં મોટા પ્રમાણમાં ચંદનની દાણચોરી થઈ રહી છે. પોલીસને જાણવા મળ્યું છે કે ચંદનના લાકડાને નારિયેળના દોરડા નીચે કન્ટેનરમાં છુપાવીને તેની દાણચોરી કરવામાં આવી રહી છે.
પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે પોલીસે અંદાજ લગાવ્યો છે કે દસથી બાર ટન ચંદનનું લાકડું હોઈ શકે છે.
પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ ચંદનની કિંમત આશરે ૨૦ થી ૨૫ કરોડ રૂપિયા હોવાની શક્યતા છે. આ કેસમાં પોલીસે અર્પિત સિંહ નામના વ્યક્તિ અને કન્ટેનર ડ્રાઈવરની અટકાયત કરી છે.ઉપરાંત, પોલીસ ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ચંદન ક્યાં જઈ રહ્યો હતો? પોલીસે દાવો કર્યો છે કે આરોપીઓની પૂછપરછ દરમિયાન ઘણા મોટા ખુલાસા થઈ શકે છે. હાલમાં આ મામલાની તપાસ ચાલી રહી છે.