National

રાયપુર-બાલોદાબાજાર માર્ગ પર મોડી રાતે એક ટ્રક અને ટ્રેલર વચ્ચે અથડામણમાં ૧૩ લોકોના મોત

છત્તીસગઢમાં ભયંકર માર્ગ અકસ્માત

છત્તીસગઢમાં ગઈ કાલે મોદી રાત્રે એક ભયંકર માર્ગ અકમાત સર્જાયો હતો, રાયપુર-બાલોદાબાજાર માર્ગ પર આવેલા સરાગાંવ નજીક એક ટ્રક અને ટ્રેલર વચ્ચે અથડામણ થઇ ગઇ હતી જેમાં ૧૩ થી વધુ લોકોના મોત થયા હતા અને ૧૨ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

આ માર્ગ અકસ્માતમાં ૧૨થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકોમાં ૯ મહિલા, ૨ બાળકી અને એક કિશોર તથા એક ૬ મહિનાનો નવજાતનો સમાવેશ થાય છે.

ટ્રેલરમાં જતા લોકો નવજાત શિશુના છઠ્ઠીના કાર્યક્રમમાં હાજરી આપીને પાછા ફરી રહ્યા હતા. તમામ મૃતકો છત્તીસગઢના ચટૌદ ગામના વતની પુનીત સાહૂના સંબંધીઓ હતા.