દિલ્હી સરકારે એક મહત્વનો ર્નિણય લીધો છે જેમાં, ૩૧ માર્ચ, ૨૦૨૫ થી ૧૫ વર્ષથી જૂના પેટ્રોલ વાહનો અને ૧૦ વર્ષથી જૂના ડીઝલ વાહનોના સંચાલન પર પ્રતિબંધ મૂકવાનો ર્નિણય લીધો છે. શહેરમાં વધી રહેલા પ્રદૂષણના સ્તરને નિયંત્રિત કરવાના હેતુથી આ પગલું લેવામાં આવ્યું છે. આ નિયમો હેઠળ પ્રતિબંધિત વાહનો જપ્ત કરવામાં આવશે અને સ્ક્રેપ કરવામાં આવશે.
આ મીટિંગમાં જૂના વાહનો પર પ્રતિબંધ, ફરજિયાત ધુમ્મસ વિરોધી પગલાં અને ઇલેક્ટ્રિક પબ્લિક ટ્રાન્સપોર્ટમાં શિફ્ટ સહિતના મુખ્ય નીતિગત ર્નિણયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. બેઠક બાદ સિરસાએ કહ્યું, “અમે પેટ્રોલ પંપો પર ગેજેટ્સ સ્થાપિત કરી રહ્યા છીએ જે ૧૫ વર્ષથી વધુ જૂના વાહનોની ઓળખ કરશે અને તેમને કોઈ ઇંધણ આપવામાં આવશે નહીં.” તેમણે કહ્યું કે દિલ્હી સરકાર આ ર્નિણય અંગે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયને જાણ કરશે.
પર્યાવરણ પ્રધાન મનજિન્દર સિંહ સિરસાએ જાહેરાત કરી હતી કે દિલ્હી સરકાર ૩૧ માર્ચ પછી શહેરના પેટ્રોલ પંપ પર ૧૫ વર્ષથી વધુ જૂના વાહનોને પેટ્રોલ આપવાનું બંધ કરશે. રાષ્ટ્રીય રાજધાનીમાં વાયુ પ્રદૂષણને પહોંચી વળવા માટેના પગલાં અંગે ચર્ચા કરવા અધિકારીઓ સાથે બેઠક કર્યા પછી, સિરસાએ કહ્યું કે સરકાર વાહનોના ઉત્સર્જન અને પ્રદૂષણને રોકવા માટે કડક પગલાં લઈ રહી છે.
જૂના વાહનોને બળતણ પુરવઠો મર્યાદિત કરવા ઉપરાંત, સિરસાએ જાહેરાત કરી હતી કે વાયુ પ્રદૂષણના સ્તરને ઘટાડવા માટે રાજધાનીમાં તમામ બહુમાળી ઇમારતો, હોટેલો અને વ્યાપારી સંકુલોમાં એન્ટી સ્મોગ ગન લગાવવી ફરજિયાત છે. વધુમાં, તેમણે જણાવ્યું હતું કે સ્વચ્છ અને ટકાઉ જાહેર પરિવહન તરફ સરકારના પગલાના ભાગરૂપે, દિલ્હીમાં લગભગ ૯૦ ટકા જાહેર ઝ્રદ્ગય્ બસો ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં તબક્કાવાર બંધ કરવામાં આવશે. આ તમામ બસોને ઇલેક્ટ્રિક બસો દ્વારા બદલવામાં આવશે. આ ઘોષણાઓ વાયુ પ્રદૂષણને પહોંચી વળવા માટે દિલ્હીના વ્યાપક પ્રયાસોના ભાગ રૂપે કરવામાં આવી છે, જે શહેરના રહેવાસીઓ માટે એક મોટો પડકાર છે.