National

પ્રધાનમંત્રીએ ભારતના ૭૬મા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ બદલ ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને આયર્લેન્ડના પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના ૭૬મા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ બદલ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મહામહિમ ઇમેન્યુઅલ મેક્રોન અને આયર્લેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ માઇકલ માર્ટિનનો આભાર માન્યો હતો.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ દ્વારા x પર કરવામાં આવેલી પોસ્ટનો જવાબ આપતા શ્રી મોદીએ કહ્યુંઃ-

“મારા પ્રિય મિત્ર, રાષ્ટ્રપતિ @EmmanuelMacron, ભારતના ૭૬મા પ્રજાસત્તાક દિવસ પર તમારી શુભેચ્છાઓની હું હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ગયા વર્ષે આ દિવસે તમારી ગરિમામયી ઉપસ્થિતિ હકિકતમાં આપણી વ્યૂહાત્મક ભાગીદારી અને સ્થાયી મિત્રતામાં એક મહત્વપૂર્ણ બિંદુ હતી. માનવતાના સારા ભવિષ્ય માટે સાથે મળીને કામ કરતી વખતે પેરિસમાં છૈં એક્શન સમિટમાં ટૂંક સમયમાં આપણે મળીશું.”