ભક્તોને કેદારનાથ પહોંચવાનું સરળ બનશે, હવે ૯ કલાકની મુસાફરી આશરે ૩૬ મિનિટમાં પૂર્ણ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીમંડળે કેદારનાથ રોપવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ રોપવે પ્રોજેક્ટ પર આશરે ૪૦૮૧ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે માહિતી આપી હતી.
કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય રોપવે વિકાસ કાર્યક્રમ – પર્વતમાલા પ્રોજેક્ટ હેઠળ ઉત્તરાખંડના સોનપ્રયાગથી કેદારનાથ સુધીના ૧૨.૯ કિમી લાંબા રોપવે પ્રોજેક્ટના વિકાસને મંજૂરી આપી છે. આનાથી કેદારનાથ પહોંચવાનું સરળ બનશે. આ સાથે અન્ય એક પ્રોજેક્ટ હેમકુંડ રોપવેને પણ કેબિનેટ તરફથી મંજૂરી મળી ગઈ છે. જે અંતર પહેલા ૯ કલાકનું હતું તે હવે આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી આશરે અડધો (૩૦ મિનિટ) કલાકમાં જ કાપવામાં આવશે.
કેન્દ્ર સરકાર કેદારનાથ રોપવે પરિયોજનાને મંજૂરી મળી છે. આ રોપવેની ડિઝાઇન, નિર્માણ, નાણાં, સંચાલન અને હસ્તાંતરણ (ડીબીએફઓટી) મોડ પર વિકસિત કરશે. આ રોપવે જાહેર અને ખાનગી પાર્ટનરશીપમાં વિકસિત કરવાની યોજના છે. તે સૌથી ઉન્નત ટ્રાઇ-કેબલ ડિટેચેબલ ગોંડોલા (૩એસ) ટૅક્નોલૉજી પર આધારિત છે. તેની ડિઝાઇન ક્ષમતા ૧૮૦૦ પેસેન્જર પ્રતિ કલાક પ્રતિ દિશા (પીપીએચપીડી) રહેશે. રોજિંદા ૧૮,૦૦૦ યાત્રાળુઓ રોપવે મારફત દર્શનનો લાભ લઈ શકશે. તેનું નિર્માણ અને સંચાલન આખા વર્ષ દરમિયાન મહેમાનગતિ, પ્રવાસ, ભોજન, પાણી અને યાત્રા સંબંધિત ક્ષેત્રોને વેગ આપતાં ટુરિઝમ સેક્ટરમાં રોજગારની તકો ઊભી કરશે.
સોનપ્રયાગથી કેદારનાથ રોપવે પ્રોજેક્ટ ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓપરેટ અને ટ્રાન્સફર મોડ પર વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટની જાહેરાત સૌપ્રથમ ઓક્ટોબર ૨૦૨૨માં “પર્વતમાલા પ્રોજેક્ટ” કાર્યક્રમ હેઠળ કરવામાં આવી હતી, આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય દૂરના પહાડી વિસ્તારોમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો છે.
આ રોપવે જાહેર ખાનગી ભાગીદારીમાં વિકસાવવાની યોજના છે અને તે સૌથી અદ્યતન ટ્રાઇ-કેબલ ડિટેચેબલ ગોંડોલા ટેકનોલોજી પર આધારિત હશે. આ રોપવે દ્વારા પ્રતિ કલાક એક દિશામાં ૧૮૦૦ મુસાફરો મુસાફરી કરી શકશે, જ્યારે તેમની સંખ્યા એક દિવસમાં ૧૮ હજારથી વધુ હશે.