National

મેઘાલયમાં સગીરા પર બળાત્કાર ગુજારનારા ત્રણ પુરુષોને ૨૦ વર્ષની કેદની સજા

મેઘાલયના પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાની એક કોર્ટે ૨૦૧૩ માં ૧૬ વર્ષની છોકરી પર બળાત્કાર કરવાના આરોપમાં ત્રણ પુરુષોને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે ગુરુવારે સ્પેશિયલ જજ (POCSO) એમકે લિંગડોહે દરેક દોષિતોને ૨૦ વર્ષની સખત કેદની સજા અને ?૫૦,૦૦૦ નો દંડ ફટકાર્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, ૨૦૧૩ ના આ કેસમાં રાજ રોય, આશિત ચંદા અને પ્રસેનજીત દાસને “છોકરી પર વારંવાર જાતીય હુમલો” કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા હતા

છોકરીનાં પિતાએ ૨૦૧૩ માં શિલોંગના સદર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેમની પુત્રી પર જાતીય હુમલો કરવામાં આવ્યો છે, અને ત્યારબાદ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

કોર્ટે મેઘાલય રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, શિલોંગને છોકરીના પરિવારને વળતર તરીકે ?૩ લાખ ચૂકવવાનો પણ નિર્દેશ આપ્યો હતો.