Sports

BGT સીરિઝમાં ખરાબ પ્રદર્શન બાદ વિરાટ કોહલી પર વધી ગયુ હતું દબાણ

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્‌સમેન વિરાટ કોહલી લઈ શકે ર્નિણય,

ઓસ્ટ્રેલિયામાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ફ્લોપ રહ્યા બાદ વિરાટ કોહલીને સતત એ વાતનો સામનો કરવો પડી રહ્યો હતો કે, વિરાટ પોતાના ફોર્મને લઈને આગળ શું પગલું ભરશે? આ વચ્ચે ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં હાર બાદ એ પણ વાત ઉઠી હતી કે, જાે કોઈ ખેલાડી ટેસ્ટ ક્રિકેટ રમવા માંગે છે, તો તેણે ઘરેલુ ક્રિકેટ ચોક્કસપણે રમવું પડશે, તો જ તેને ટેસ્ટ ટીમમાં સામેલ કરવા અંગે વિચારણા કરવામાં આવશે. આ વચ્ચે વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામે ૨૦૨૫માં રમાનારી ટેસ્ટ સીરિઝની તૈયારી માટે કાઉન્ટી ક્રિકેટ રમી શકે છે.

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્‌સમેન વિરાટ કોહલી આગામી ઈંગ્લેન્ડ પ્રવાસની તૈયારી માટે કાઉન્ટી ક્રિકેટ રમવાની યોજના બનાવી રહ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કોહલી ઈંગ્લિશ પરિસ્થિતિઓમાં પોતાને વધુ સારી રીતે ઢાળવા માટે અને પોતાની ટેકનિકને મજબૂત બનાવવા માટે આ પગલું ઉઠાવી શકે છે.

ભારત ૨૦૨૫માં ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સીરિઝ રમશે. આ મહત્વપૂર્ણ સીરિઝ પહેલા વિરાટ કાઉન્ટી ક્રિકેટ રમીને પોતાના ફોર્મ અને ટેકનિકને વધુ શ્રેષ્ઠ બનાવવા માગે છે. એવું માનવામાં આવે છે કે તે સરે અથવા યોર્કશાયર જેવી મોટી કાઉન્ટી ટીમોમાંથી કોઈ એક સાથે જાેડાઈ શકે છે. વિરાટ કોહલીએ અગાઉ કાઉન્ટી ક્રિકેટ રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ વ્યસ્ત આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ અને ઈજાઓને કારણે આ ન થઈ શક્યું. આ વખતે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (મ્ઝ્રઝ્રૈં) અને કોચિંગ સ્ટાફે પણ કોહલીના ર્નિણયનું સમર્થન કર્યું છે.