ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ ઇંગ્લૅન્ડ સામે પહેલી વનડે મેચમાં એક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યો છે જે અત્યાર સુધી કોઈ ભારતીય કરી શક્યો નથી. નાગપુરમાં ૩ મેચોની વનડે સીરિઝની પહેલી મેચમાં હર્ષિતે ત્રીજી વિકેટ લેતાની સાથે જ તેણે એક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કરી લીધો.
તેણે બેન ડકેટ, હેરી બ્રુક અને લિયામ લિવિંગસ્ટોન જેવા દિગ્ગજ ખેલાડીઓને આઉટ કર્યાં હતા. હવે હર્ષિત રાણા ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, વનડે, ટી૨૦) માં ડેબ્યૂ કરતી વખતે પોતાની પહેલી ઇનિંગમાં ૩ કે તેથી વધુ વિકેટ લેનાર પ્રથમ ભારતીય બન્યો છે. હર્ષિતે આ મામલે કપિલ દેવ, જસપ્રીત બુમરાહ અને ઝહીર ખાન જેવા ઘણા ભારતીય દિગ્ગજાેને પાછળ છોડી દીધા છે.
યુવા ખિલાડી હર્ષિતે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા સામે પર્થ ટેસ્ટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. આ મેચ નવેમ્બર ૨૦૨૪ માં રમાઈ હતી, જેમાં હર્ષિતે આ પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ૪૮ રન આપીને ૩ વિકેટ લીધી હતી. જ્યારે બીજી ઇનિંગમાં તેણે ૬૯ રન આપીને ૧ વિકેટ લીધી હતી. આ પછી હર્ષિતે ટી ૨૦માં ડેબ્યૂ કર્યું હતું. ૩૧ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ ઈંગ્લેન્ડ સામે રમી હતી, જેમાં તેણે ૩૩ રન આપીને ૩ વિકેટ લીધી હતી.

