હાલ ઓસ્ટ્રેલિયામાં બિગ બેશ લીગ ૨૦૨૪-૨૫ રમાઈ રહી છે. જેમાં ભારતીય મૂળનો ઓલરાઉન્ડર નિખિલ ચૌધરી છવાઈ ગયો છે. નિખિલ હોબાર્ટ હરિકેન્સ તરફથી રમી રહ્યો છે. ૧૫ જાન્યુઆરીના રોજ બ્રિસ્બેન હીટ સામે નિખિલે ૨૭ બોલમાં ૩૯ રનની તોફાની ઇનિંગ રમી હતી. જેમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થતો હતો. જાે આપણે મ્મ્ન્ની વર્તમાન સિઝન પર નજર કરીએ તો નિખિલે ૯ મેચમાં ૨૭.૧૪ ની સરેરાશથી ૧૯૦ રન બનાવ્યા છે.
આ સિવાય ૨૮ વર્ષીય નિખિલ ચૌધરીએ બોલથી પણ કમાલ કરી હતી. તેણે ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં ત્રણ વિકેટ ઝડપી છે. નિખિલ ૫ વર્ષ પહેલાં ભારત છોડીને બ્રિસ્બેન જતો રહ્યો ગયો. પછી તેણે ઓસ્ટ્રેલિયામાં ક્લબ ક્રિકેટમાં બેટ અને બોલથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. નિખિલ ગગનચુંબી છગ્ગા ફટકારવા માટે જાણીતો છે.
નિખિલના ટેલેન્ટને જાેઈને હોબાર્ટ હરિકેન્સે તેને મ્મ્ન્ની છેલ્લી સિઝનમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. બિગ બેશમાં પોતાની ડેબ્યૂ મેચમાં નિખિલ ચૌધરીએ પર્થ સ્કોર્ચર્સ સામે ૪૦ રન બનાવ્યા હતા. નિખિલનો જન્મ દિલ્હીમાં થયો હતો અને તે પંજાબ માટે લિસ્ટ-છ ક્રિકેટ રમી ચૂક્યો છે. તેણે અત્યાર સુધીમાં ૨ લિસ્ટ-છ અને ૨૯ ્૨૦ મેચ રમી છે. ભવિષ્યમાં નિખિલ ઓસ્ટ્રેલિયા માટે ્૨૦ ક્રિકેટ રમતા જાેવા મળે તો નવાઈ નહીં લાગે.

