Sports

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વનડે સીરિઝમાં વિરાટ કોહલીની ૮૩મી સદી

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રવિવારથી વનડે સીરિઝની શરૂઆત થઈ છે જેમાં રાંચીમાં બંને ટીમો વચ્ચે સીરિઝની પ્રથમ મેચ રમાઈ. જેમાં ભારતીય ટીમના સ્ટાર ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલીએ રવિવારે શાનદાર બેટિંગ કરી. વિરાટ કોહલીએ સદી ફટકારીને અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

વિરાટ કોહલીએ આજે ઈન્ટરનેશલ કરિયરની ૮૩મી સદી ફટકારી. જ્યારે વનડે ફોર્મેટમાં ૫૨મી સદી છે. કોઈ પણ એક ઈન્ટરનેશનલ ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ કોહલીએ પોતાના નામે કર્યો છે.

કોઈ પણ એક ફોર્મેટમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ:

૫૨*- વિરાટ કોહલી ( વનડે ઈન્ટરનેશનલ )

૫૧- સચિન તેંડુલકર ( ટેસ્ટ )

૪૯- સચિન તેંડુલકર ( વનડે ઈન્ટરનેશનલ )

૪૫- જેક્સ કેલિસ ( ટેસ્ટ )

૪૧- રિકી પોન્ટિંગ ( ટેસ્ટ )

આટલું જ નહીં વિરાટ કોહલી સાઉથ આફ્રિકા વિરુદ્ધ સૌથી વધુ સદી ફટકારનારો ખેલાડી પણ બની ગયો છે.

સાઉથ આફ્રિકા સામે વનડેમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ

૬*- વિરાટ કોહલી

૫- ડેવિડ વોર્નર

૫- સચિન તેંડુલકર

૪- કેન વિલિયમસન

વનડે ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ:

૫૨*- વિરાટ કોહલી

૪૯- સચિન તેંડુલકર

૩૩*- રોહિત શર્મા

સ્ટેડિયમમાં સુરક્ષામાં મોટી ચૂક

વિરાટ કોહલીએ સદી પૂર્ણ કરતાં સ્ટેડિયમમાં દર્શકો ઝૂમી ઉઠ્યા હતા. જાેકે તેમાંથી એક ચાહક સુરક્ષા ઘેરો મેદાનમાં ઘૂસી ગયો અને કોહલીને પગે લાગ્યો હતો.

રોહિત શર્મા વનડે ઈન્ટરનેશનલમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારો ખેલાડી બની ગયો છે. અત્યાર સુધી આ રેકોર્ડ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીના નામે હતો. આફ્રિદીએ ૩૯૮ મેચોમાં ૩૫૧ છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે રોહિત શર્માએ ૨૭૭ મેચમાં ૩૫૨ છગ્ગા ફટકારી આ રેકોર્ડ હવે પોતાના નામે કરી લીધો છે. આજની મેચમાં રોહિત શર્માએ ૫ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે ૫૭ રન ફટકાર્યા. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ૧૩૬ રનની પાર્ટનરશિપ કરી. જે બાદ રોહિત માર્કો જાનસેનની ઓવરમાં ન્મ્ઉ આઉટ થયો.

વનડે ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ

૩૫૨*- રોહિત શર્મા ( ભારત )

૩૫૧- શાહિદ આફ્રિદી ( પાકિસ્તાન )

૩૩૧- ક્રિસ ગેલ ( વેસ્ટઈન્ડિઝ )

૨૭૦- સનથ જયસૂર્યા ( શ્રીલંકા )

૨૨૯- એમ એસ ધોની ( ભારત )

રવિવારની મેચમાં ભારતની પ્લેઈંગ-૧૧: રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, વોશિંગ્ટન સુંદર, કે એલ રાહુલ, રવીન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિધ કૃષ્ણા