Entertainment

સલમાન ખાનની નવી ફિલ્મ ઈદ ૨૦૨૭ પર રિલીઝ થશે, ફિલ્મ ‘EË 2027’નું શૂટિંગ ૧૮ એપ્રિલથી શરૂ

સલમાન ખાને શુક્રવારે તેની આગામી ફિલ્મ ‘SVC63’ના મુહૂર્તની કેટલીક ઝલક શેર કરી. સાથે જ જણાવ્યું કે, ‘ફિલ્મ ઈદ ૨૦૨૭‘ પર રિલીઝ થશે. આ ફિલ્મનું ડિરેક્શન વામશી પેડિપલ્લી કરી રહ્યા છે. સલમાન ખાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તે અને સાઉથ સ્ટાર નયનતારા દેખાઈ રહ્યા છે. વીડિયોમાં એક ક્લેપબોર્ડ બતાવવામાં આવ્યું છે, જેના પર મુહૂર્ત લખેલું છે.

સલમાને કેપ્શનમાં લખ્યું કે, ‘થોડી દૂરની વિચારસરણી રાખવી જાેઈએ, તેથી ઈદ ૨૦૨૭ની જાહેરાત કરવામાં આવી છે.‘ તેણે એમ પણ કહ્યું કે, ‘બીજી ફિલ્મની જાણકારી પણ યોગ્ય સમયે આપવામાં આવશે’. તેણે ચાહકોને ધીરજ રાખવા જણાવ્યું.આ ફિલ્મથી સલમાન પહેલીવાર ડિરેક્ટર વામશી પેડિપલ્લી અને પ્રોડ્યુસર દિલ રાજુ સાથે કામ કરી રહ્યો છે. આ ફિલ્મને અસ્થાયી રીતે ‘જીફઝ્ર૬૩‘ નામ આપવામાં આવ્યું છે. આ એક એક્શન થ્રિલર ફિલ્મ હશે.