જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ સરૂસેકશન રોડ પર ફૂટપાથ પરના દબાણો હટાવ્યા. પહેલા પણ દબાણ કરનારાઓને જગ્યા ખાલી કરવા નોટિસ અપાઈ હતી, છતાં કેટલાક ફેરિયાઓએ ફરીથી સામાન પાથરી દબાણ કર્યું હતું.
આજે રવિવારે એસ્ટેટ શાખાની ટીમ ફરી દબાણ હટાવવા પહોંચી. કામગીરી વખતે કેટલાક દબાણ કરનારાઓએ મહાનગરપાલિકાના સ્ટાફ સાથે બોલાચાલી કરી. મામલો ગરમાતા 112 પોલીસને જાણ કરાઈ, જે ઘટના સ્થળે આવી અને મામલો શાંત પાડ્યો.
એસ્ટેટ શાખાએ કેટલાક દબાણ કરનારાઓનો સામાન જપ્ત કરીને ઓફિસમાં જમા કરાવ્યો. કેટલાકને પોલીસ સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ ગઈ. ત્યાં માફીપત્ર લખાવ્યા પછી તેમને છોડી દેવાયા.

