જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના કેસિયા ગામે ભામ સતાપીરની જગ્યાએ પદયાત્રીઓ માટે સેવા કેમ્પ યોજાયો છે. કચ્છના મા આશાપુરાના માતાના મઢ જતા શ્રદ્ધાળુઓ માટે આ કેમ્પ છેલ્લા ૧૩ વર્ષથી ચાલી રહ્યો છે.

આ કેમ્પનું સંચાલન જીવાજી રામસંગજી રાઠોડ, નરેન્દ્રસિંહ અને ધર્મેન્દ્રસિંહ રાઠોડ પરિવાર તથા કેસિયા ગામના સહયોગથી થાય છે. અહીં પદયાત્રીઓને નિઃશુલ્ક ભોજન, અલ્પાહાર, ચા-પાણી અને રાત્રિ રોકાણની સુવિધા મળે છે.
લાંબી પદયાત્રાથી થતા પગના છાલા અને દુખાવા માટે પ્રાથમિક સારવાર અને દવાની વ્યવસ્થા પણ છે. આયોજકોએ મા આશાપુરાના ભક્તોની સેવાને પોતાનો ધર્મ ગણાવ્યો છે અને તમામ પદયાત્રીઓને કેમ્પનો લાભ લેવા આમંત્રણ આપ્યું છે.

