Gujarat

દિવાળીના દિવસે 43 આગના બનાવો સામે આવ્યા

પોરબંદરના જૂરીબાગ વિસ્તારમાં નવા વર્ષના દિવસે જ LPG સિલિન્ડર લીક થતા મકાનમાં આગ લાગી હતી. આ ઘટનામાં મકાનમાં રહેલ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી, જોકે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો જેથી મોટી જાનહાનિ ટળી હતી.

મળતી વિગતો મુજબ, તા. 10 નવેમ્બર 2026 ના રોજ સવારે જૂરીબાગમાં આવેલા એક મકાનના રસોડામાં પડેલા LPG સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થતા અચાનક આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતા જ પોરબંદર ફાયર વિભાગનો કાફલો તુરંત ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ રસોડા તેમજ ઘરવખરીનો સામાન બળીને ખાક થઈ ગયો હતો. ફાયર વિભાગની સમયસૂચકતાથી મોટી હોનારત અટકતા મકાન માલિકે રાહતનો શ્વાસ લીધો હતો.