જામનગરના લાલપુરમાં નિવૃત્ત PGVCL કર્મચારી મનસુખભાઈ વાછાણીની હત્યા થઈ છે. 66 વર્ષીય મનસુખભાઈનો મૃતદેહ તેમના પારેખબાગ રોડ પરના ઘરમાંથી મળ્યો.
12 ઓક્ટોબરની રાત્રે ભાઈ મહેન્દ્રભાઈ વાછાણીને ઘરનો દરવાજો ખુલ્લો અને લાઈટો બંધ હોવાની જાણ થઈ. તેઓ ઘરે પહોંચ્યા ત્યારે સામાન વેરવિખેર હતો, મનસુખભાઈ સોફા પર ચાદર ઓઢીને પડેલા હતા. તપાસ કરતા તેમના માથાના ભાગે ગંભીર ઈજાઓ જોવા મળી. ઘરમાંથી રોકડ અને દાગીના ગુમ હોવાની આશંકા છે.
મૃતકના ભાઈએ શીતલબેન ગમારા અને અક્ષય મોયડા નામના બે લોકો પર શંકા વ્યક્ત કરી છે. લાલપુર પોલીસે BNS કલમ 103(1), 309(4), 309(6) તથા જી.પી. એક્ટની કલમ 135(1) હેઠળ ગુનો નોંધ્યો છે.

