કચ્છના મુખ્ય મથક ભુજમાં આજે ચૂંટણી કમિશનરને લગતા મુદ્દા સહિત રાજકીય બાબતોને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ખેંચતાણ જોવા મળી હતી. કોંગ્રેસ દ્વારા ભીડનાકા વિસ્તારથી સરકાર સામે વિરોધ પ્રદર્શન રેલી યોજવામાં આવી હતી.
પ્રદેશ ભાજપ મહિલા મોરચાની સૂચના અનુસાર કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા કોંગ્રેસ કાર્યાલય સામે ધરણાં અને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને પક્ષોની અલગ-અલગ વિરોધ પ્રવૃત્તિઓને પગલે શહેરમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.

કોંગ્રેસ દ્વારા આયોજિત રેલીમાં પક્ષના મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ જોડાયા હતા. રેલી દરમિયાન કાર્યકરોએ સરકાર સામે સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. હાથમાં વિવિધ સંદેશા લખેલાં પ્લેકાર્ડ સાથે કાર્યકરોએ સંબંધિત મુદ્દાઓ તરફ લોકોનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો.

