Gujarat

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અમેરિકા પ્રવાસના સાતમાં દિવસે ન્યૂ જર્સી સ્થિત BAPS સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અમેરિકા પ્રવાસના સાતમાં દિવસે ન્યૂ જર્સી સ્થિત BAPS સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી હતી. આધ્યાત્મિકતા અને સંસ્કૃતિના પાવન સંગમ સમા અક્ષરધામમાં BAPS સંતો દ્વારા મુખ્યમંત્રીશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ અક્ષરધામ સંકુલની મુલાકાત લઈ ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિક પરંપરા અને માનવસેવાના વિવિધ આયામોને નિહાળીને મુખ્યમંત્રીશ્રીએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. વિદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોને જીવંત રાખવામાં ગુજરાતી તથા ભારતીય સમુદાયની ભૂમિકાની પણ તેમણે પ્રશંસા કરી હતી.