Gujarat

રૂમડીયામાં 80 ટીમોની ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ

છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રૂમડીયા ગામમાં 20 દિવસની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. જુનિયર સ્ક્વોડ અને ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી સ્પર્ધામાં અંદાજે 80 ટીમો ભાગ લઈ રહી છે.

ટુર્નામેન્ટમાં વિવિધ ગામોના યુવા ખેલાડીઓ પોતાની રમતનું કૌશલ્ય બતાવી રહ્યા છે. આયોજકોનો હેતુ ગ્રામ્ય વિસ્તારના ખેલાડીઓને પોતાની પ્રતિભા બતાવવા માટે મંચ આપવાનો છે. આયોજકો સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે તક મળે તે માટે પ્રયાસ કરી રહ્યા છે. ફાઇનલમાં વિજેતા ટીમોને રાજ્યસભાના સાંસદ મુકેશ રાઠવા અને સાંસદ જશુભાઈ રાઠવા સહિતના મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરાશે.

રૂમડીયા ગ્રામ પંચાયતની આ પહેલનો હેતુ ગામના યુવાનોને રમતગમતમાં આગળ વધવા પ્રોત્સાહિત કરવાનો છે.