સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસે તીનપત્તીનો જુગાર રમતા 8 શખ્સોને ઝડપી પાડ્યા. પોલીસે રોકડ અને મોબાઇલ ફોન સહિત રૂ. 3.86 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.પોલીસના જણાવ્યા મુજબ, કબજે કરાયેલી રોકડ રકમ રૂ. 3.81 લાખથી વધુ હતી. બાકીના મુદ્દામાલમાં મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે.
જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચના અને માર્ગદર્શન હેઠળ શહેરમાં પેટ્રોલિંગ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી.નાયબ પોલીસ અધિક્ષક વેદિકા બિહાણી અને સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ટીમે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો.

