ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા ‘પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન’ કાર્યક્રમ શરુ થયો. ત્રણ દિવસીય આ કાર્યક્રમ માં કાર્યકર્તાઓને વૈચારિક, સંગઠનાત્મક અને વ્યાવહારિક દ્રષ્ટિએ સક્ષમ બનાવવા માટેનો એક મહત્ત્વપૂર્ણ કાર્યક્રમ છે. જિલ્લા સ્તરના પ્રશિક્ષણ વર્ગ (District Level Training Camp) માં – સમયાવધિ અને સ્વરૂપ (Duration & Structure) – દિવસીય નિવાસી વર્ગ: જિલ્લા સ્તરનો આ પ્રશિક્ષણ વર્ગ સામાન્ય રીતે ૨ દિવસ (રાત રોકાણ સાથે) માટે આયોજિત કરવામાં આવે છે.આ વર્ગમાં ભાગ લેનાર તમામ કાર્યકર્તાઓને ૨ દિવસ સુધી સ્થળ પર જ રહીને તમામ સત્રોમાં હાજરી આપવાની હોય છે.- મુખ્ય હેતુઓ (Core Objectives) વૈચારિક સ્પષ્ટતા: કાર્યકર્તાઓને પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીના ‘એકાત્મ માનવવાદ’ (Integral Humanism) અને ‘અંત્યોદય’ (સમાજના છેલ્લા વ્યક્તિ સુધી વિકાસ પહોંચાડવો)ના સિદ્ધાંતોથી અવગત કરાવવા.સંગઠનાત્મક શિસ્ત: પાર્ટીનો ઇતિહાસ, કાર્યપદ્ધતિ, શિસ્ત અને સંગઠનની રચનાત્મક બાબતો સમજાવવી.સરકારી યોજનાઓનો પ્રચાર: કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી નીતિઓ તથા સિદ્ધિઓને જન-જન સુધી પહોંચાડવા માટે કાર્યકર્તાઓને સજ્જ કરવા. – મુખ્ય સત્રો અને વિષયો (Key Sessions) જિલ્લા સ્તરના પ્રશિક્ષણ વર્ગમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ અને વિષય નિષ્ણાતો દ્વારા વિવિધ સત્રો લેવામાં આવે છે:ભાજપનો ઇતિહાસ અને વિકાસ યાત્રા (જનસંઘથી ભાજપ સુધી).આપણી કાર્યપદ્ધતિ અને સંગઠનમાં કાર્યકર્તાની ભૂમિકા.ભારતની આંતરિક/બાહ્ય સુરક્ષા અને વિદેશ નીતિ.મીડિયા, સોશિયલ મીડિયા અને ડિજિટલ ટેક્નોલોજીનો અસરકારક ઉપયોગ.કેન્દ્ર અને રાજ્ય સરકારની મુખ્ય યોજનાઓ અને કાર્યકર્તાની જવાબદારીઓ હોય છે. – જેમાં જિલ્લા સ્તરના શહેર / જિલ્લા ભાજપ કારોબારીના સભ્યો અને હોદ્દેદારો.જિલ્લાના વિવિધ મોરચા (યુવા મોરચો, મહિલા મોરચો, કિસાન મોરચો વગેરે)ના પ્રમુખ અને મહામંત્રી.તમામ મંડળ (તાલુકા/ શહેર)ના પ્રમુખો અને વરિષ્ઠ પ્રતિનિધિઓ ભાગ લ્યે છે.

ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા લાખાબાવળ ખરે આવેલ ન્યુ લાઈફ વિલેજ ખાતે આયોજિત ‘પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન’ કાર્યક્રમમાં વ્યસ્થાપન સમિતિ માં વર્ગસ્થાન વ્યવસ્થા: ભાવેશભાઈ ડુમ્મર, વર્ગખંડ વ્યવસ્થા: જયભાઈ કડીવાર, મંચ વ્યવસ્થા: દિલીપભાઈ જોઇશર, ૪. સત્ર સંચાલક તથા સત્ર અધ્યક્ષ વ્યવસ્થા: ક્રિષ્ણાબેન સોઢા, મલ્ટીમીડિયા વ્યવસ્થા: ગુંજભાઈ કારીયા,રજીસ્ટ્રેશન વ્યવસ્થા: અંશભાઈ કતીરા, ઓન લાઈન ક્વિઝ વ્યવસ્થા ટીમ: શાહરૂખ પઠાણ, કીટ તૈયાર કરનાર ટીમ: નિશાંતભાઈ અઘારા, પ્રદર્શનની તૈયાર કરનાર ટીમ: અશોકભાઈ વસીયર, આંતરિક તથા બાહ્ય સજાવટ ટીમ: સહદેવભાઈ ડાભી, વિડિયો ફોટોગ્રાફી ટીમ: સુરજભાઈ વારા, સ્વચ્છતા વ્યવસ્થા: વિજયભાઈ પરમાર, મીડિયા પ્રબંધન: ભાર્ગવભાઈ ઠાકર, વક્તા પ્રબંધન: આદિત્ય ત્રિવેદી, વર્ગ ગીત – વંદે માતરમ ગાન વ્યવસ્થા: દયાબેન પરમાર, પર્યવેક્ષક: હેમંતભાઈ પાંભર, ભોજન – અલ્પાહાર વ્યવસ્થા: કેતનભાઈ કોટક ને જવાબદારીઓ સોંપવામાં આવેલ છે.

ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા આયોજિત ‘પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન’ કાર્યક્રમમાં વિષય: બુથ પ્રબંધન, સ્થાયી કાર્યક્રમ તથા મન કી બાત – વક્તાશ્રીનું નામ: ડા. વિમલભાઈ કગથરા, વિષય: મોદી સરકારની ગરીબ કલ્યાણની યોજનાઓ – વક્તાશ્રીનું નામ: ઉદયભાઈ કાનગડ, વિષય: મીડીયા પ્રબંધન તેમજ વ્યવસ્થા—વક્તાશ્રીનું નામ: રાજુભાઈ ધ્રુવ, વિષય: આપણો ઇતિહાસ – વિકાસ – વક્તાશ્રીનું નામ: અભયસિંહ ચૌહાણ, વિષય: આપણું સૈદ્ધાંતિક અધિષ્ઠાન (એકાત્મ માનવ દર્શન, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, પંચ નિષ્ઠા) – વક્તાશ્રીનું નામ: હસમુભાઈ હિંડોચા, વિષય: સોશયલ મીડિયા અને એઆઈ, નમો એપ, સરળ એપ – વક્તાશ્રીનું નામ: આશાબેન નકુમ, વિષય: આપણી કાર્ય પદ્ધતિ – વક્તાશ્રીનું નામ: પ્રદિપભાઈ ખીમાણી, વિષય: કાર્ય વિસ્તારની આપણી દ્રષ્ટિ – વક્તાશ્રીનું નામ: અનિરુદ્ધભાઈ દવે, વિષય: કાર્યકર્તા વિકાસ, સંભાળ અને દાયિત્વ બોધ – વક્તાશ્રીનું નામ: આર.સી. ફળદુ સાહેબ, વિષય: વિચાર પરિવાર – વક્તાશ્રીનું નામ: કશ્યપભાઈ શુક્લ, વિષય: દેશ સમક્ષ પડકારો તથા નિદાન માટે આપણા પ્રયાસો – વક્તાશ્રીનું નામ: બ્રિજેશ મેરજા દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવશે.

પ્રદર્શનીના ઉદ્ઘાટનની સાથે કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવેલ. 2 રાત અને 3 દિવસ ચાલનાર આ પ્રશિક્ષણ કાર્યક્રમ માં શહેર સંગઠન, મોરચા સહીત અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ ઉપરોક્ત વિષયો ઉપર પ્રશિક્ષણ મેળવશે.
આ કાર્યક્રમ માં શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી મહામંત્રી ભાવેશ કાનણી, વિજયસિંહ જેઠવા, મૃગેશ દવે, મંત્રી રીવાબા જાડેજા, સંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, પ્રભારી ધનસુખભાઇ ભેંડારી, કાર્યક્રમ ના વાલી હરેશભાઈ પણસારા, મેયર મોનિકાબેન વ્યાસ, સહીત અપેક્ષતિ શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગ કન્વીનર ભાર્ગવ ઠાકર ની અખબારી યાદી માં જણાવવામાં આવેલ છે.

