Gujarat

22 કોચવાળી આધુનિક ‘અમૃત ભારત’ રેક સાથે દોડશે ટ્રેનો

દિવાળી અને છઠ પૂજાના મહાપર્વ નિમિત્તે ઉત્તર ભારત અને બિહાર તરફ જતા પ્રવાસીઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરોને કન્ફર્મ અને આરામદાયક મુસાફરી મળી રહે તે હેતુથી ટ્રેન ઓન ડિમાન્ડ હેઠળ ચાલતી 3 જોડી અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનોની મુદત નવેમ્બર મહિના સુધી લંબાવવામાં આવી છે.

22 કોચ ધરાવતી આધુનિક અમૃત ભારત રેક દોડાવાશે આ ખાસ ટ્રેનોમાં મુસાફરોની સુવિધા માટે 22 કોચવાળી આધુનિક ‘અમૃત ભારત’ રેકનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં LSLRD (02 કોચ), સામાન્ય દ્વિતીય શ્રેણીના જનરલ કોચ (LWSPP – 11 કોચ), પેન્ટ્રી કાર (LWCBPP – 01 કોચ) તેમજ સ્લીપર કોચ (LWSCNPP – 08 કોચ) સામેલ રહેશે. આધુનિક કોચ સંરચનાથી સજ્જ આ અનરિઝર્વ્ડ ટ્રેનો સામાન્ય અને મધ્યમ વર્ગના મુસાફરો માટે ખૂબ રાહતરૂપ સાબિત થશે.

સુરત/ઉધનાથી બિહારના જયનગર માટે બે સ્પેશિયલ ટ્રેનો સુરત અને દક્ષિણ ગુજરાતમાં વસતા પરપ્રાંતીય પ્રવાસીઓ માટે ઉધનાથી બિહારના જયનગર વચ્ચે વિશેષ ફેરા લંબાવાયા છે. ટ્રેન નં. 09073/09074 (ઉધના – જયનગર – ઉધના): ઉધનાથી ટ્રેન નંબર 09073 દર રવિવારે 1 અને 8 નવેમ્બરના રોજ દોડશે. જ્યારે જયનગરથી ટ્રેન નંબર 09074 દર મંગળવારે 3 અને 10 નવેમ્બરના રોજ પરત ફરશે. ટ્રેન નં. 09071/09072 (ઉધના – જયનગર – ઉધના): આ ટ્રેન પણ ઉધનાથી રવિવારે 1 અને 8 નવેમ્બરે ઉપડશે તેમજ જયનગરથી મંગળવારે 3 અને 10 નવેમ્બરે દોડાવાશે. બંને ટ્રેનો 2-2 વધારાની ટ્રિપ્સ કરશે.