Gujarat

જેતપુરમાં જાહેરમાં જુગાર રમતા 7 ઝડપાયા

જેતપુરના ગોંદરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી ₹12,110 રોકડ અને ગંજીપાના સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેતપુર સિટી પોલીસને ગોંદરા વિસ્તારમાં આવેલા આરવે ઘાટ તરફ જવાના જાહેર માર્ગ પર કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો, જેમાં જુગાર રમતા સાત શખ્સોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા.

પોલીસના સકંજામાં આવેલા આરોપીઓમાં અનકભાઈ ખુમાણ, હરેશભાઈ થડેશ્વર, અશોકભાઈ બાવળીયા, જસમતભાઈ સોલંકી, પ્રકાશભાઈ અજાણા, ધુધાભાઈ ખટાણા અને રાજુભાઈ શેખવાનો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી કુલ ₹12,110 રોકડ અને ગંજીપાનાના પાના કબજે કર્યા હતા.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, ઝડપાયેલા આરોપીઓ પૈકી હરેશભાઈ થડેશ્વર, અશોકભાઈ બાવળીયા અને જસમતભાઈ સોલંકી અગાઉ પણ જુગારધારા હેઠળ ગુનાઓમાં સંડોવાયેલા હતા.હાલ પોલીસે સાતેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.