જામનગર શહેરના સીટી-એ, બી અને સી ડિવિઝન પોલીસે છેલ્લા ત્રણ મહિનામાં પકડેલા ઇંગ્લિશ દારૂના જથ્થાનો આજે નાશ કરવામાં આવ્યો. આ કાર્યવાહી વિવિધ સ્થળોએથી પકડાયેલા દારૂ માટે કરાઈ હતી. ત્રણેય પોલીસ ડિવિઝન દ્વારા કુલ 17,257 દારૂની બોટલો પકડવામાં આવી હતી. તેની અંદાજિત કિંમત 75.27 લાખ રૂપિયા થવા જાય છે. આ દારૂ પર બુલડોઝર ફેરવીને તેનો નાશ કરાયો.
આ દારૂના જથ્થાના નાશની કાર્યવાહી જામનગર શહેર વિભાગના પ્રાંત અધિકારી એસ. ડી. બારડ, શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે. એન. ઝાલા, શહેરના ત્રણેય પોલીસ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટરો અને પ્રોહિબિશન શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં થઈ હતી. પોલીસે છેલ્લા ત્રણ મહિનામાં પકડેલા દારૂનો કાયદેસરની પ્રક્રિયા મુજબ નિકાલ કર્યો.

