ડિજિટલ અરેસ્ટથી લઈ પાર્ટ-ટાઈમ જાેબ ફ્રોડ સુધી, ૯ નકલી પેઢી ઊભી કરી; ૨૮ રાજ્યોમાં ફ્રોડ કરનારી ગેંગ પકડાઈ
ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા સાયબર માફિયાઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ ઓપરેશનમાં દેશવ્યાપી સાયબર ફ્રોડ ચાલતી એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો છે. જેમાં ગેંગના માસ્ટરમાઇન્ડ સહિત કુલ ૮ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ગેંગ દ્વારા ભારતના ૨૮ રાજ્યોમાં કુલ ૧,૨૨૯થી વધુ સાયબર ફ્રોડ કરવામાં આવ્યા હતા. જેમાં ૮૨૬ કરોડથી વધુની છેતરપિંડી થયાનું સામે આવ્યું છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓએ ઠગાઈ માટે ૯ નકલી પેઢીઓ ઊભી કરી હતી અને તેના નામે કુલ ૮૨ બેંક ખાતાઓ ખોલાવ્યા હતા. જેમાં ૨૮ કરંટ એકાઉન્ટ અને ૪૫ સેવિંગ એકાઉન્ટનો સમાવેશ થાય છે. આ ખાતાઓનો ઉપયોગ કરોડો રૂપિયાનું ગેરકાયદેસર ટ્રાન્જેક્શન કરવા માટે કરવામાં આવતું હતું.
ઝડપાયેલા તમામ આરોપીઓ સુરતના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ગેંગની મોડસઓપરેન્ડી અત્યંત વ્યવસ્થિત હતી. આરોપીઓ લોકોને કમિશનની લાલચ આપી તેમના નામે ખાતાઓ મેળવતા હતા. ત્યાર બાદ જીસ્જી, વોટ્સએપ અને ટેલિગ્રામ જેવા માધ્યમથી ડિજિટલ અરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ, ેંઁૈં ફ્રોડ, ડિપોઝિટ, લોન તથા પાર્ટ-ટાઈમ જાેબ ફ્રોડ જેવા ગુનાઓ આચરતા હતા.
આરોપીઓ ઠગાઈથી મેળવેલી રકમ હવાલા મારફતે સાયબર માફિયાઓ સુધી પહોંચાડવામાં આવતી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, ગેંગ દ્વારા અંદાજે ૫૦૦ કરોડથી વધુના નાણાકીય હવાલા ટ્રાન્સફ કરવામાં આવ્યા છે. આ કેસમાં મુંબઇ અને રાજસ્થાન કનેક્શન પણ સામે આવ્યું છે. તેમજ વિદેશી કનેક્શન હોવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે.

