પ્રજાની લાગણી, માંગણી અને અપેક્ષાઓ પૂર્ણ કરવાના અભિગમ સાથે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ સરળતાથી અને ઝડપથી મળી રહે તે હેતુસર સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ડુંગરા ગામની પ્રાથમિક શાળામાં ‘સેવા સેતુ’ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ડુંગરા ગામ અને આસપાસના વિસ્તારના 825 જેટલા ગ્રામજનોએ ઘરઆંગણે વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ મેળવ્યો હતો. નાગરિકોની વ્યક્તિગત લાભ તેમજ યોજનાકીય સહાયની 100 ટકા એટલે કે કુલ 1199 અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં સૌથી વધુ રેવન્યુ વિભાગને મળેલી 564 અરજીઓ પૈકી તમામ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિવિધ વિભાગોની અરજીઓનું પણ સ્થળ પર નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
મહત્વની સેવાનું સ્થળ પર નિરાકરણ:
રેવન્યુ વિભાગની અરજીઓ: 564
મેડિસિન સર્ટિફિકેટ: 85
પશુ સારવાર/ગાયનેકોલોજીકલ સારવાર: 80
[Aadhaar Redacted]માં સુધારા: 80
PMJAY યોજના: 45
રેશનકાર્ડ માટે e-KYC: 43
હેલ્થ વેલનેસ કાર્ડ: 33
આવક/આવાસ પ્રમાણપત્ર: 33
બેંક એકાઉન્ટ સાથે મોબાઇલ નંબર જોડાણ: 26
ભીમ એપ અંગેની સેવાઓ: 23

