Gujarat

જામનગરમાં મેડિકલ બોક્સ સાથે ચિનૂક હેલિકોપ્ટરે ઉડાન ભરી

જામનગરના આકાશમાં CH-47 ચિનૂક હેલિકોપ્ટર લાલ પ્લસ (+) ના નિશાનવાળું મેડિકલ બોક્સ લટકાવીને ઉડતું જોવા મળ્યું હતું. 17થી 19 નવેમ્બર દરમિયાન યોજાનારી ‘સહાયતા સેતુ’ મેગા મોકડ્રિલ પહેલાં આ કવાયત કરવામાં આવી હતી.

આ કવાયત દ્વારા કુદરતી આફત કે કટોકટીમાં રાહત અને બચાવ કામગીરીની તૈયારીનું નિદર્શન કરાયું હતું. પૂર, ભૂકંપ કે અન્ય આપત્તિમાં રસ્તા બંધ થાય અથવા વાહનો અસરગ્રસ્ત વિસ્તાર સુધી ન પહોંચી શકે, ત્યારે હેલિકોપ્ટરથી દવાઓ, તબીબી સાધનો અને રાહતસામગ્રી પહોંચાડી શકાય છે.

‘સહાયતા સેતુ’ મોકડ્રિલમાં વિવિધ બચાવ અને રાહત એજન્સીઓ વચ્ચે સંકલન, તાત્કાલિક મદદ અને અસરગ્રસ્ત વિસ્તારો સુધી જરૂરી સામગ્રી પહોંચાડવાની વ્યવસ્થાની ચકાસણી થશે. મેડિકલ બોક્સ સાથે ઉડતા ચિનૂક હેલિકોપ્ટરને જોવા માટે જામનગરવાસીઓમાં કુતૂહલ જોવા મળ્યું હતું.