Gujarat

રાજકોટ હ્યુમન સોર્સીસના મદદથી વાહન ચોરીનો અનડીટેકટ ગુન્હો ડીટેક્ટ કરી બે ઈસમોને પકડી પાડતી એ-ડીવીઝન પોલીસ.

રાજકોટ હ્યુમન સોર્સીસના મદદથી વાહન ચોરીનો અનડીટેકટ ગુન્હો ડીટેક્ટ કરી બે ઈસમોને પકડી પાડતી એ-ડીવીઝન પોલીસ.

રાજકોટ શહેર તા.૭/૧/૨૦૨૬ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે જેવા અનડિટેકટ ગુન્હોઓને શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય જે અન્વયે અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરી આરોપીને પકડી પાડવા બી.વી.બોરીસાગર નાઓએ સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્કોડના કનુભાઇ બસીયા તથા સાગરભાઇ માવદીયા તથા ધર્મેશભાઇ ખાંડેખા નાઓની સંયુકત હકીકત આધારે ત્રીકોણ બાગ જાહેર સુલભ સૌચાલય પાસે રોડ ઉપરથી એક ઇસમને શંકસ્પદ બજાજ KTM મોટરસાયકલના આઘાર પુરાવા માંગતા કોઈ આધાર પુરાવા ન હોય જેથી ના ચેસીસ નંબર જોતા MD2JYAYF9KC-032162 તથા એન્જીન નંબર જોતા 9-901-44986* ના જોવામાં આવેલ અને ઇસમની યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા મોટરસાયકલ આશરે દશ દિવસ પહેલા મહીલા અંડરબ્રીઝ પાસે આવેલ LIC ઓફીસની બાજુના રોડ ઉપર KTM પડેલ હોય અને તે ચાલુ ન થતા તેના મિત્રને બોલાવી બન્ને એ સાથે મળી KTM ચોરી કરેલ હોવાની કબુલાત આપતા હોય જે બાબતે ઈ-ગુજકોપ ડેટામા ચેક કરતા રાજકોટ શહેર એ.ડીવીઝન પો.સ્ટે. B.N.S ૩૦૩(૨) મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જેમા ચોરી થયેલ KTM મોટરસાયકલ તથા ચોરીમા ઉપયોગમા લીધેલ પ્લેંડર બન્ને મોટરસાયકલ કબ્જે કરી વાહન ચોરીનો અનડેટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરેલ અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. (૧) સંજયભાઇ ચતુરભાઇ સોલંકી ઉ.૨૩ રહે.પીપળીયા ગામ નાકરાવાડી ગામથી આગળ તા.જિ.રાજકોટ (૨) કાનો વિનુભાઇ મકવાણા ઉ.૨૨ રહે.પીપળીયા ગામ નાકરાવાડી ગામથી આગળ તા.જિ.રાજકોટ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260107-WA0082.jpg