રાજકોટ સજાના વોરંટમાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી એ-ડીવીઝન પોલીસ.
રાજકોટ શહેર તા.૫/૧/૨૦૨૬ ના રોજ રાજકોટ શહેર સજાના વોરંટના નાસતા-ફરતા આરોપીઓને નામદાર કોર્ટ માંથી સજા પડેલ હોય અને આરોપીઓને શોધી કાઢવા સારૂ સુચના આપેલ હોય જે અન્વયે P.I બી.વી.બોરીસાગર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ વોરંટ ઇન્ચાર્જ સામંતભાઇ ગઢવી તથા વોરંટ ડ્યુટીના કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સ્કોડના બુટાભાઇ ઠુંગા, કિરપાલસિંહ સિંધવ નાઓને ખાનગી રાહે સંયુક્ત હકીકત મળેલ કે સજાના વોરંટના પકડવાના બાકી આરોપી મયુર રાજેશભાઇ ચૌહાણ ઉ.૩૧ રહે.રવા વિલાસ રજપુતપરા શેરીનં.૨ રાજકોટ વાળા રાજકોટ બસ સ્ટેશનની સામેના ભાગે જે.એમ.સી. હોટલની નીચે હોવાની સચોટ હકીકત આધારે વોરંટના આરોપીને પકડવા તાત્કાલીક તપાસ કરતા મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


