વેરાવળ શહેરના GIDC વિસ્તારમાં ભાલપરા રોડ પર આવેલા પેટ્રોલપંપ અને પેપરના ગોડાઉન નજીક ઝાડીમાં આગ લાગી હતી. આ ઘટના આજે સાંજે બની હતી. વેરાવળ ફાયર વિભાગની સમયસર અને સક્રિય કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
આગ લાગવાની જાણકારી આજે સાંજે લગભગ 7 વાગ્યે 112 મારફતે વેરાવળ ફાયર કંટ્રોલ રૂમને મળી હતી. કોલમાં જણાવ્યા મુજબ, ભાલપરા રોડ પર GIDC વિસ્તારમાં આવેલા પેટ્રોલપંપની સામે અને પેપરના ગોડાઉનની બાજુમાં આવેલી ઝાડીમાં આગ લાગી હતી.
માહિતી મળતા જ વેરાવળ ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. DCO હરપાલસિંહ ખેરના માર્ગદર્શન હેઠળ FM જીતેન્દ્રસિંહ ગોહિલ અને FM દિનેશ કુહાડા મીની ફાયર ફાઇટર વાહન નંબર GJ-18-GB-9039 સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર ટીમે ઝડપથી આગ પર કાબૂ મેળવી તેને સંપૂર્ણપણે બુઝાવી દીધી હતી.

