જામનગર શહેરમાં આવાસમાં ચોથા માળે ફલેટમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભુકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. ફાયરના જવાનોએ આગ કાબુમાં લીધી તે પહેલા જ તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. શહેરના પોલીસ હેડ કવાર્ટર પાછળ, સંત કબીર આવાસમાં ચોથા માળે ફલેટમાં શોર્ટ સર્કિટથી આગ ભભુકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી અને ફલેટમાંથી ઘરના સભ્યો બહાર નિકળી ગયાને બુમો પાડતા આજુબાજુના ફલેટમાંથી પણ લોકો બહાર નિકળી ગયા હતા.
આવાસમાં મચેલી દોડધામ બાદ ફાયરને જાણ કરવામાં આવતા ફાયરના જવાનોએ આવાસની ફાયર સિસ્ટમથી આગ બુઝાવી હતી. એકાદ કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. જેથી આવાસમાં અન્ય લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ ભભુકેલી આગમાં ફલેટમાં ટીવી, ફ્રીજ સહિતની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી.

