Gujarat

ગણેશ મહોત્સવ અંતર્ગત દુંદાળા દેવને ભાવભેર વિદાય‎

છોટી કાશી જામનગર શહેરમાં ગણેશ મહોત્સવ અંતગત શનિવારે જુદા જુદા કુત્રિમ કુંડમાં ગણેશજીની 124 મૂર્તિઓનુ આસ્થાભેર વિસર્જન કરાયુ હતુ.જેમાં ખંભાળિયા બાયપાસ પાસે (કુંડ-1)માં 80 મૂર્તિઓ અને સરદાર રીવેરા (રણજીતસાગર રોડ) નજીક કુંડ-2માં 44 મૂર્તિઓ ભાવિકો દ્વારા આસ્થાભેર વિસર્જીત કરાઇ હતી.

શહેરમાં ગણેશ મહોત્સવના અનુસંધાને મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા બે કુત્રિમ કુંડનુ નિર્માણ કરાયુ હતુ.જેમાં ગત મંગળવારથી ભાવિકો દ્વારા દુંદાળા દેવને આસ્થાભેર વિદાય આપવાનો ક્રમ શરૂ થયો હતો.દરમિયાન શનિવારે રાત્રી સુધીમાં ખંભાળિયા બાયપાસ પાસેના કુડમાં વધુ 80 સહિત કુલ 1686 ગણેશજીની મુર્તિઓનુ વિસર્જન થયુ હતુ.

જયારે સરદાર રીવેરા કુંડમાં વધુ 44 સહિત કુલ 404 ગણેશજીની મૂર્તિઓનુ વિસર્જન કરાયુ હતુ.અત્રે ઉલ્લેખનીય છેકે, મનપા દ્વારા જુદા જુદા બે કુત્રિમ કુંડમાં ભાવિકો દ્વારા ગણેશજીની મૂર્તિઓને વિસર્જન અર્થે લાવવામાં આવી રહી છે. જેમાં છ દિવસ દરમિયાન કુલ 2090 મૂર્તિઓનુ વિસર્જન કરાયુ હતુ.