Gujarat

AACA મીડિયા એવોર્ડ 2026એ ગુજરાતની સર્જનાત્મક ઊર્જાને પ્રજ્વલિત કરી

અમદાવાદ એડવર્ટાઈઝિંગ વેલફેર સર્કલ એસોસિએશન (એએસીએ) દ્વારા આયોજિત ભવ્ય ફેસ્ટિવલ ઓફ એડવર્ટાઈઝિંગ 2026 અંતર્ગત એએસીએ મીડિયા એવોર્ડ્સ 2026 ગ્રાન્ડ એવોર્ડ શોનું અમદાવાદમાં સફળ આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગ એએસીએના 35 વર્ષના ગૌરવસભર પ્રવાસની ઐતિહાસિક ઉજવણી તરીકે ઉજવાયો.

આ ફેસ્ટિવલે સમગ્ર એડવર્ટાઈઝિંગ ઇન્ડસ્ટ્રીમાં જોરદાર મોમેન્ટમ સર્જ્યું. અગ્રણી એડવર્ટાઈઝિંગ એજન્સીઓ, મીડિયા ઓનર્સ, મીડિયા પ્રોફેશનલ્સ અને એડવર્ટાઈઝર્સ એક મંચ પર એકત્રિત થયા અને ગુજરાતની એડવર્ટાઈઝિંગ ફ્રેટરનિટીએ ક્રિએટિવિટી, કોલોબ્રેશન અને વેલ્યુ-ડ્રિવન ગ્રોથના સાડા ત્રણ દાયકાના યોગદાનની ભવ્ય ઉજવણી કરી. ગ્રાન્ડ રેડ કાર્પેટ વેલકમ, એંગેજિંગ એન્ટરટેઇનમેન્ટ અને જીવંત સંવાદોએ સમગ્ર વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું.

આ પ્રસંગે અજીત શાહને તેમની AACA પ્રત્યેની કાર્યદક્ષતા માટે પ્રતિષ્ઠિત AACA Lifetime Achievement Award થી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહમાં પ્રિન્ટ, ટેલિવિઝન–સિનેમા, રેડિયો, આઉટડોર અને ડિજિટલ એડવર્ટાઈઝિંગ કેટેગરીઝમાં શ્રેષ્ઠ કાર્ય બદલ કુલ 39 એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા. નોમિનેશન અનાઉન્સમેન્ટ્સ અને એવોર્ડ પ્રેઝન્ટેશન દરમિયાન ઉત્સાહ પીક પર હતો અને અનેક ઇમોશનલ તથા મેમોરેબલ મોમેન્ટ્સ જોવા મળ્યા, જેનાથી એડવર્ટાઈઝિંગ એજન્સીઓની ક્રિએટિવ જર્નીને ગૌરવપૂર્ણ ઓળખ મળી.

આ વર્ષે પ્રથમ વખત સેન્ટ્રલ ગુજરાત, સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્ર–કચ્છની એડવર્ટાઈઝિંગ એજન્સીઓને એએસીએ દ્વારા વિશેષ પ્લેટફોર્મ આપવામાં આવ્યું અને ઇન્ડસ્ટ્રીના વિકાસમાં તેમના યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા.

એએસીએ મીડિયા એવોર્ડ્સ 2026ને મળેલ અભૂતપૂર્વ પ્રતિસાદ એ સાબિત કરે છે કે ગુજરાતની એડવર્ટાઈઝિંગ ઇન્ડસ્ટ્રી આજે માત્ર ક્રિએટિવ રીતે આગળ નથી, પરંતુ સ્ટ્રેટેજિક વિઝન અને ઇમ્પેક્ટ સાથે રાષ્ટ્રીય સ્તરે પોતાની દૃઢ ઓળખ સ્થાપિત કરી ચૂકી છે તેમ AACAના પ્રમુખ મનિષ ગાંધીએ જણાવ્યું