Gujarat

મહિલા IPL સુરતમાં યોજવા માટે ICCની લીલીઝંડી

ICC (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ના ચેરમેને જય શાહે સુરતની મુલાકાત લીધી હતી. દરમિયાન લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમની મુલાકાત લઈ બોર્ડના સભ્યો સાથે બેઠક યોજી હતી. ખાસ કરીને સુરતમાં હજી સુધી ઈન્ટરનેશનલ અને IPL મેચનું આયોજન થયું નથી જેથી સભ્યોએ સુરતને આ મેચો આપવા રજૂઆત કરી હતી. જય શાહે કહ્યું હતું કે, આ સ્ટેડિયમનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર મહિલા IPL માટે તૈયાર છે. વહેલી તકે BCCIની ટીમ ઈન્સ્પેક્શન માટે આવશે. ત્યાર બાદ સૂચન હશે તો જણાવાશે. જય શાહે મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો.

GCAની સબસિડી : લાલભાઈ સ્ટેડિયમ ગુજરાત ક્રિકેટ એસો. (GCA)નું સભ્ય છે. જેથી GCAની મેચો અને સબસિડી લાલભાઈ સ્ડેયિમને આપવાની બાકી છે. જેથી સભ્યોએ જય શાહને રજૂઆત કરી હતી કે, આ સબસિડી રિલિઝ થાય તો સ્ટેડિયમના વિકાસના કામો થઈ શકે.

ટીપીમાં જગ્યા ન કાપવામાં આવે : લાલભાઈ સ્ટેડિયમ પાસે હાલ 1.8 લાખ વાર જગ્યા છે. ટીપીના નિયમ પ્રમાણે 10 ટકા લેખે 11 વાર જગ્યા કપાતમાં જાય તેમ છે. જ્યારે અમદાવાદના મોટેરા સ્ટેડિયમની જગ્યા ટીપીમાં કપાઈ નથી. તેવી જ રીતે આ સ્ટેડિયમ પાસે પણ ટીપીમાં જગ્યા કાપવમાં ન આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.